કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા
સમિતિની બેઠક મળી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના વધુ ૯ ગામોમાં પીવાના પાણીની આંતરિક વિતરણ
વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે રૂ. ૧.૬૭ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં માંગરોળના સામરડા તથા ગોરજ, કેશોદના પીપળી
તથા નાની ઘંસારી, વંથલીના ભાટિયા અને સેંદરડા ઉપરાંત વિસાવદરના ખંભાળિયા, ભેસાણના
વાંદરવડ, જૂનાગઢના વાડાસીમડી ગામમાં જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો )હેઠળ પીવાના
પાણી માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ વાસ્મો હેઠળ થયેલ કામગીરી અંગે માહિતી મેળવી
હતી. સાથે જ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
જિલ્લાના નવ ગામોમાં પીવાના પાણી માટે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા માટે પીવીસી પાઈપ
લાઈન, આરસીસી ભૂગર્ભ સમ્પ, પંપીંગ મશીનરી સહિતના કામો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં વાસ્મો હેઠળ ૩૫ જેટલા પીવાના પાણીની વિતરણ
વ્યવસ્થાના કામો પ્રગતિ હેઠળ છે.
આ બેઠકમાં વાસ્મોના યુનિટ મેનેજર શ્રી હિમાંશુ સોનેજી, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર ઈલાબેન કૈલા સહિતના
સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

