લોકોને વારસાઈ, વહેંચણી, હયાતીમાં હકક દાખલ જેવી વગેરે નોંધો રેવન્યુ રેકર્ડમાં
દાખલ કરવા માટે મુશ્કેલી ન પડે અને હકારાત્મક અભિગમ સાથે નાગરિકોની અરજીઓનો ઉકેલ આવે તે
માટે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં ઈ-ધરા કેન્દ્રમાં કામગીરી સંભાળતા મહેસૂલી
અધિકારી-કર્મચારીઓની એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી.
શશીકુંજ ભવન ખાતે આયોજિત આ તાલીમમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયાએ રેવન્યુ
રેકોર્ડમાં જુદી-જુદી નોંધ દાખલ કરવામાં લોકોની મુશ્કેલીઓ નિવારવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સાથે જ લોકો માટે જરૂરી એવી માહિતી સાથેનું બોર્ડ પણ કચેરીમાં લગાવવા માટેની સૂચના આપી હતી.
આ તાલીમમાં પ્રાંત અધિકારી શ્રી કિસન ગરચર, નનાયબ મામલતદાર શ્રી અંકુર લાડાણી,
તરુણાબેન ભુતૈયા, સર્કલ ઓફિસર શ્રી ઉદીત વખારીયા સહિતના અધિકારીઓએ જરૂરી માર્ગદર્શન આપ્યું
હતું.
ઉલ્લેખનીય છે કે, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા મહેસૂલી સહિતની સેવાઓ અને અન્ય
લાભો લોકોને સરળતાપૂર્વક મળી રહે તે માટે જુદા જુદા પગલાં લઈ રહ્યા છે. તેના જ ભાગરૂપે આ
તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

