Gujarat

છોટાઉદેપુર જિલ્લા સેવાસદન સામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઇ રામધૂન બોલાવી

છોટાઉદેપુર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જિલ્લા સેવા સદનની સામે એસ.એફહાઈસ્કુલ ખાતે રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. ગત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર સાથે થયેલા સમાધાન મુજબ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઠરાવો આજદિન સુધી બહાર પાડવામાં આવેલ ન હોય ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સંયુક્ત આદેશ અનુસાર આંદોલનના 7માં તબક્કા મુજબ વિવિધ પ્રકારે દેખાવો સમયાંતરે કરવામાં આવી રહ્યા છે.જેમાં આજરોજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓએ જિલ્લા સેવા સદન સામે એસ.એફ. હાઈસ્કુલ ખાતે બે કલાક છોટા ઉદેપુર જિલ્લાની વિવિધ શાળાઓના શિક્ષકો કર્મચારીઓ ઉપસ્થિત રહી રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિના મહામંત્રી હિતેશ ચૌહાણ સહિત વિવિધ શાળાઓના શિક્ષકો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230902_122003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *