સુરત
સુરતના જહાંગીરપુરામાં ખેડૂત સમાજની ઓફિસ તોડી પાડવાનો વિવાદ વધુ વકર્યો છે. જહાંગીરપુરામાં ખેડૂત સમાજની ઓફિસ જર્જરિત હોવાનું જણાવી પુરુસોત્તમ ફાર્મસી દ્વારા તાળું મારી ડિમોલેશન કરી દેવાયું છે. પરસોત્તમ જિનિંગ મિલના પ્રમુખે પ્રેસ કોન્ફન્સ યોજી ખેડૂતો પર ગંભીર આરોપ લગાવ્યા છે. ખેડૂત સમાજે અમારી વીજ કંપનીની લાઈનમાંથી ગેરકાયદે વીજ જાેડાણ મેળવી, બેથી અઢી લાખનું નુકસાન કર્યું છે. વારંવાર નોટિસો આપવા છતાં ઓફિસ ખાલી નહતી કરી. વધુમાં કહ્યું, કે ખેડૂત સમાજે જે કોર્ટમાં દાવો કર્યો છે. એ દાવાને લઈને કોર્ટ કે સરકાર તરફથી અમને કોઈ મનાઈ હુકમ મળ્યો નથી. પુરુષોત્તમ જીન મિલ દ્વારા ગુજરાત ખેડૂત સમાજને ઓફિસ ૫૧ વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી હતી. ત્યારબાદ મિલની મળેલી જનરલ સભામાં ઓફિસ બંધ કરવા માટે ર્નિણય લેવાયો હતો. આ ર્નિણયના પગલે ખેડૂત સમાજે કોર્ટમાં કેસ કર્યો હતો. તો પુરુષોત્તમ જીન મિલ દ્વારા પર પણ હાઇકોર્ટમાં કેવિયત દાખલ કરાઇ હતી.

