Gujarat

અમદાવાદના યુવાને વડાપ્રધાનનાં જન્મદિવસે ખીલીમાંથી બનાવી નરેન્દ્ર મોદીની તસવીર

અમદાવાદના સલીમ શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેઓને ભેટ આપવા માટે ૩ટ૩ નો ફોટો તૈયાર કર્યો છે અને તે પણ ૩૨૦૦ સ્ક્રુ માંથી આ ફેસ તૈયાર કરવામાં આવ્યો છે. જે ફેસ ફોટો ૨૦ દિવસની સતત મહેનત કર્યા બાદ સલીમ શેખે દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સલીમ શેખે એપ્રિલ મહિનામાં ફોટો તૈયાર કર્યો. જે હવે વડપ્રધાનને જન્મ દિવસ નિમિતે ભેટમાં આપશે. સલીમ શેખ એક સામાન્ય પરિવારથી છે અને વિશાલા વિસ્તારમાં રહે છે. સલીમ શેખ અને તેના પિતા ચાવી બનાવવાનું કામ કરે છે. પરંતુ ૨૦૧૧માં તેણે કઈક નવું કરવાની ઈચ્છા સાથે માચીસ માંથી ખુરશી બનાવી અને ત્યારથી તેનું જીવન બદલાઈ ગયું. અને ત્યારથી સલીમ શેખની અલગ દુનિયા શરૂ થઈ. જેણે અત્યાર સુધી ૧૦૦ થી વધુ કલા કૃતિ બનાવી છે. સલિમે માચીસ માંથી કાર બનાવી, પેન્સિલ ચેઇન બનાવી, પેન્સિલ માંથી ટ્ઠહ્વષ્ઠઙ્ઘ બનાવી. માચીસમાં ટ્ઠહ્વષ્ઠઙ્ઘ બનાવી, ઈંડા પર ૧૦૦ ફ્લેગ અને ૧ હજાર હોલ કંડાર્યા. પેન્સિલ પર સૌથી નાના સરદાર પટેલ સહિત અનેક કૃતિ બનાવી. જે કૃતિઓમાં માચીસ માંથી બનાવેલ તાજમહલમાં તેને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ ૨૦૧૨ માં મળ્યો હતો અને હવે તેઓએ ૩૨૦૦ સ્ક્રુમાંથી નરેન્દ્ર મોદીનો ફેસ બનાવી અલગ કલા રજૂ કરી અને હજુ પણ તે નવા રેકોર્ડ બનાવવામાં લાગ્યા છે. સલીમ શેખ મધ્યમ વર્ગીય છે. માટે તેઓએ તેમના જીવન માં ઘણા ઉતાર ચઢાવ પણ જાેયા. અને તેમાંથી કઈક નવુ કરવા અને નામ બને માટે તેઓએ આ કલાકૃતિ બનાવવાનું શરૂ કર્યું. જે કૃતિઓ બનાવવા માટે ખાસ એકાગ્રતા ની જરૂર હોય છે. સલીમ શેખ બહુ અભિયાસી નથી પણ જીવનના સંઘર્ષએ તેઓને ઘણું શીખવાડ્યું, અને તેમાંથી તેઓ આટલા આગળ વધ્યા છે અને હજુ પણ કઈક મોટું કરવાની ચાહન ધરાવે છે. જે સલીમ શેખ અન્ય લોકોને પણ એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *