Gujarat

નર્મદા માતાના પાવન નિરના વધામણાં સાથે જળ પૂજન કરતા રાજ્યના મુખ્યમંત્રી

*નર્મદા માતાના પાવન નિરના વધામણાં સાથે જળ પૂજન કરતા રાજ્યના મુખ્યમંત્ર*

એકતાનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળરાશિ ના વધામણાં જળ પૂજન કરીને કર્યા હતા.

આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના જન્મ દિવસના અવસરે નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ છલકાઈ જવાના આ મંગલ પ્રસંગે મુખ્યમંત્રી રવિવારે વહેલી સવારે એકતા નગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કરવા સાથે વડાપ્રધાનને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી

આ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી પણ આ વેળાએ સહભાગી થયા હતા.

IMG-20230917-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *