Gujarat

સદાબહાર એક્ટર દેવ આનંદનું મકાન તોડીને ૨૨ માળનું ટાવર બનાવાશે

સદાબહાર એક્ટર દેવ આનંદનો બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલો છે. આ બંગલામાં તેમણે પત્ની કલ્પના કાર્તિક અને પરિવાર સાથે જીવન વીતાવ્યું હતું. તેમના સંતાનો સુનિલ આનંદ અને દેવિના આનંદ દ્વારા આ બંગલો વેચવામાં આવ્યો છે. રિપોર્ટ્‌સ મુજબ, રીઅલ એસ્ટેટ કંપનીને આ બંગલો વેચવામાં આવ્યો છે. પ્રાઈમ લોકેશન પર આવેલા આ બંગલા માટે રૂપિયા ૫૦-૪૦૦ કરોડ ચૂકવાયા છે. બંગલાની જગ્યાએ ૨૨ માળનું ઊંચું ટાવર બનશે. આ બંગલાની સાર-સંભાળ રાખનાર કોઈ જવાબદાર વ્યક્તિ ન હોવાથી તેને વેચવાનો ર્નિયય લેવાયો છે.

દેવ આનંદનો દીકરો સુનિલ અમેરિકા રહે છે, જ્યારે દીકરી દેવિના તેની માતા કલ્પના કાર્તિક સાથે ઊટીમાં સ્થાયી થઈ છે. દેવ આનંદે અગાઉ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે, તેમણે જુહુ ખાતે આ બંગલો ૧૯૫૦ના વર્ષમાં બનાવ્યો હતો. તે સમયે જુહુ વિસ્તાર ગામડા જેવો હતો અને ખૂબ ઓછી વસ્તી હતી. કોલાહલથી દૂર રહેવાનું દેવ આનંદને ગમતું હોવાથી તેમણે આ વિસ્તાર પસંદ કર્યો હતો.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *