જીવદયા પ્રોજેક્ટ ગ્રુપ – અંજાર જાયન્ટ્સ ટીચર્સ ગ્રુપ 2
જાયન્ટ્સ વીક ની ઉજવણી ના ત્રીજા દિવસે તા . 19- 9- 23 દિન મંગળવાર ના રોજ જીવદયા અંતર્ગત અંજાર કચ્છ ગુજર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ અંજાર દ્વારા સંચાલિત “વિસામો” વૃદ્ધાશ્રમમાં રહેતા નિરાધાર લોકો સાથે પ્રમુખ રીટા સી બંધુ મંત્રી કામિની ધોળકીયા મુલાકાત લઈ તેમને જોડે સુખ દુઃખની વાતો કરી તેમના ઘર, પરિવાર , જીવન માં આવતી તકલીફોની ચર્ચા કરી.
તે પછી તેમના સ્વાસ્થ્ય અને વાતાવરણને ધ્યાનમાં રાખી સાંજનું અલ્પાહાર આપવામાં આવ્યા. જેમાં કેળા , સફરજન, દૂધ , બિસ્કીટ વગેરે આપવામાં આવ્યા. અલ્પાહાર પછી બધા નો આભાર કામિની ધોળકિયા અને રીટા બંધુ એ વ્યક્ત કર્યું .
આ પ્રોજેક્ટનો સમગ્ર આયોજક અને સ્પોન્સર ગ્રુપના પ્રેસિડેન્ટ બંધુ રીટા સી હતા .
ગ્રુપના મંત્રી શ્રી કામિની પી ધોળકિયા અને સભ્ય ભાવેશ ભાઈ સામળીયા ખૂબ જ સારો એવો સહકાર આપ્યો અને પ્રોજેક્ટને સફળ બનાવ્યો.
ગ્રુપ ના યુ ડી શ્રી શોભનાબેન વ્યાસ પોતાની શુભેચ્છાઓ આપી.

