Gujarat

અમદાવાદની એક જાણીતી રેસ્ટોરેન્ટમાંથી પિત્ઝામાં જીવાત નીકળી

આરોગ્ય વિભાગને ફરિયાદ મળતા એકમ સીલ કરવામાં આવ્યુ

અમદાવાદની એક જાણીતી રેસ્ટોરેન્ટમાંથી ફરીથી એકવાર ખોરાકમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાંથી જીવડાં નીકળવાની ઘટના સામે આવી છે. જેના પગલે આ રેસ્ટોરેન્ટ સામે આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે.

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાં એક ગ્રાહકે પિત્ઝા ઓર્ડર કર્યા હતા. જાે કે પિત્ઝાનું બોક્સ ખોલતાં જ તેમાંથી ૧૦-૧૫ જીવડાં નીકળ્યા હતા.આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગ દ્વારા ફરિયાદ મળતા એકમ સીલ કરવામાં આવ્યુ છે. કલગી ચાર રસ્તા પાસે આવેલા આ લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટને સીલ કરીને દંડ ફટકારવામાં આવ્યો છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *