Gujarat

અમારી લડાઈ કોઈ જ્ઞાતિ સમુદાય સંસ્થા કે સંગઠન સાથે નથી રાષ્ટ્રીય સંત સુરક્ષા પરીષદમાં ની બેઠક મા નિર્ણય લેવાયો

અમારી લડાઈ કોઈ જ્ઞાતિ સમુદાય સંસ્થા કે સંગઠન સાથે નથી રાષ્ટ્રીય સંત સુરક્ષા પરીષદમાં ની બેઠક મા નિર્ણય લેવાયો

હાલ ગુજરાત ભર મા પુજારી નો રોષ ચરમસીમા પર છે ગુજરાત ના અલગ અલગ જીલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ રાષ્ટ્રીય સંત સુરક્ષા ની બેઠક મા પરમ પૂજ્ય શ્રી રાજ રાજેશ્વર ગીરી મહારાજ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા સંસ્થાપક, દક્ષાબેન સાધુ રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ , ધર્મેશકુમાર આર પંડ્યા
પ્રમુખ ગુજરાત પ્રદેશ ( પૂજારી પ્રકોષ્ટ ) ભક્તિ ગીરી માતાજી પ્રમુખ ગુજરાત પ્રદેશ ( સાધ્વી પ્રકોષ્ટ ) , પ પુ વિક્રમ ગીરી મહારાજ પ્રમુખ ગુજરાત પ્રદેશ ( સંત પ્રકોષ્ટ ) , રાજેન્દ્ર પ્રસાદ જી પ્રમુખ ગુજરાત પ્રદેશ ( કથા કાર પ્રકોષ્ટ ) , જીગ્નેશભાઈ રામાવત પ્રમુખ ગુજરાત પ્રદેશ ( યુવા પ્રકોષ્ટ ) પ્રજ્ઞાબેન દેસાણી પ્રમુખ ગુજરાત પ્રદેશ ( મહિલા પ્રકોષ્ટ ) , પ્રકાશ ભાઈ મહેતા પ્રમુખ ગુજરાત પ્રદેશ ( પુરુષ પ્રકોષ્ટ ) , પ.પુ. નિજાનંદ મહારાજ પ્રમુખ દક્ષિણ ગુજરાત ( સંત પ્રકોષ્ટ ) , જીતેન્દ્ર ગોસ્વામી પ્રભારી ગુજરાત પ્રદેશ ( મીડિયા પ્રકોષ્ટ ) , ભાવેશભાઈ મુલાણી :- સંયોજક ગુજરાત પ્રદેશ ( મીડિયા પ્રકોષ્ટ ) અતુલકુમાર લશ્કરી પ્રભારી રાજકોટ જિલ્લા ( મીડિયા પ્રકોષ્ટ ) ,
અગ્રાવત પ્રદ્યુમન પ્રભારી સૌરાષ્ટ્ર પ્રદેશ ( પૂજારી પ્રકોષ્ટ ) ,
રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ ગુજરાત ના તમામ પદાધિકારી દ્રારા મહત્વ નો નિર્ણય લેવાયો છે
તાજેતરમાં રાજકોટ જામકંડોરણા ખાતે જિલ્લાના તમામ સહકાર ક્ષેત્રના સંગઠનનું મળેલા સંમેલનમાં જિલ્લા બેંકના ચેરમેન ના આક્ષેપો સામે સહકારી અગ્રણી હરદેવસિંહ જાડેજા નિતીન ઢાકેચા પુરુષોત્તમ સાવલિયા અને વિજય સખીયા દ્વારા પૂજારીનું ઉદાહરણ આપી ફરતો જવાબ આપ્યો હતો તેમને આગળ જણાવ્યું હતું કે રાદડિયા રાજકારણની છે તો અમે કોઈ મંદિરના પૂજારી નથી આ જવાબની અંદર અમારા પૂજારી સમાજ નો અનાદર થયો છે પૂજારી નથી એટલે તમે કહેવા શું માંગો છો. આનો ખુલાસો કરે
તમારા આંતરિક રાજકારણ મા સાધુ સમાજ કે પૂજારી નું ઉદાહરણ આપી એમને નીચા બનાવવાની કોસીસ કરશો તો સાખી લેવામાં નહિ આવે. અમારી લડાઈ ઉપરોક્ત 4 વક્તિ સામે છે જેને પૂજારી ને નીચા બતાવવા ની કોસીસ કરી છે અમારી લડાઈ કોઈ જ્ઞાતિ કે સમુદાય. કોઈ સંગઠન કે સંસ્થા. કોઈ પક્ષ કે પાર્ટી સાથે નથી ઉપરોક્ત ચાર વ્યક્તિને છાવરવા માટે કોઈપણ જ્ઞાતિ કે સમુદાય. સંસ્થા કે સંગઠન. પક્ષ તે પાર્ટી વચ્ચે ન આવે.અને જો તેમ થશે તો પુજારીના સંગઠનો દ્વારા કે સાધુ સમાજના સંગઠનો દ્વારા ઉગ્ર સ્વરૂપ થાય તો તેની જવાબદારી આ ચાર વ્યક્તિને બચાવવા વાળાની રહેશે ની રહેશે.
અંતે જણાવ્યું હતું કે ચાર વ્યક્તિ મીડિયાના માધ્યમથી પૂજારી સમાજની માફી માંગી લે તો આ વિવાદ નો અહીં પૂર્ણવિરામ આવી શકે છે. ઉપરોક્ત ચાર વ્યક્તિ અગામી બે દિવસોની અંદર જો પ્રેસ અને મીડિયાના માધ્યમથી માફી નહીં માંગે તો એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ અમે તત્પર છીએ.

રસિક વેગડા અહેવાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *