Gujarat

રિષભ પંત ટીમમાં કેપ્ટન તરીકે વાપસી અંગે સૌરવ ગાંગુલીએ જાણકારી આપી

રિષભ પંત ટૂંક સમયમાં ક્રિકેટના મેદાનમાં પરત ફરતો જાેવા મળી શકે છે. પંતે તાજેતરમાં કોલકાતામાં તેની આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં ભાગ લીધો હતો. જાેકે, તેણે પ્રેક્ટિસ કરી ન હતી. આ દરમિયાન દિલ્હીના ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ પંતને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. સૌરવ ગાંગુલીએ પંતની ફિટનેસને લઈને મોટું અપડેટ આપ્યું છે. ગાંગુલીએ કહ્યું કે પંત આગામી સિઝનમાં ૈંઁન્ રમશે. એટલું જ નહીં, ગાંગુલીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પંત કેપ્ટન તરીકે દિલ્હી કેપિટલ્સમાં પરત ફરશે. પંત સારી સ્થિતિમાં છે પરંતુ તેણે કેમ્પમાં પ્રેક્ટિસ નથી કરી. પંત ૧૧મી નવેમ્બર સુધી કોલકાતામાં જ છે. પંત ટીમનો કેપ્ટન છે તેથી તેની સાથે ટીમ મેનેજમેન્ટ ચર્ચા કરશે.

ગાંગુલીએ કહ્યું કે આ ચર્ચા આગામી હરાજી અંગે કરવામાં આવી હતી… થોડા દિવસો પહેલા પંતને લઈને મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું હતું કે તે ભારતની ડોમેસ્ટિક વનડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેશે. આ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે પંત આવતા વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે. ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંત ગયા વર્ષે કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. આ કારણથી તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી દૂર છે.

તેણે  તો-૨૦૨૩માં ભાગ લીધો કે ન તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી. આ ઈજાએ તેને વર્લ્ડ કપ-૨૦૨૩થી દૂર રાખ્યો હતો. પરંતુ હવે પંત સ્વસ્થ થયા બાદ પુનરાગમન કરવા માટે તૈયાર છે. ગયા વર્ષે ૩૦ ડિસેમ્બરે પંત દિલ્હીથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમની કારનો અકસ્માત થયો હતો. દિલ્હી-દેહરાદૂન હાઈવે પર તેની કાર પલટી ગઈ હતી જેમાં પંત ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં પંતને લિગામેન્ટની સમસ્યા હતી જેના માટે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સર્જરી બાદ પંતની હાલત હવે ઘણી સારી છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *