Gujarat

અનિલ અંબાણીની આ કંપની માટે RBIએ લીધો ર્નિણય

ઝીરો નેટવર્થ ઉદ્યોગપતિ અને મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફાઇનાન્સ સેક્ટરની આ મોટી કંપની ભારે દેવાના બોજમાં દબાયેલી છે. તેના નિરાકરણ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને હવે ભારતીય રિઝર્વ બેંકે તેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. રિલાયન્સ કેપિટલ એક સમયે દેશની સૌથી મોટી દ્ગમ્હ્લઝ્ર કંપનીઓમાંની એક હતી તેમજ અનિલ અંબાણીના બિઝનેસ પોર્ટફોલિયોમાં સૌથી સફળ કંપનીઓમાંની એક હતી.

RBIએ શુક્રવારે દેવાના બોજ હેઠળ દબાયેલી રિલાયન્સ કેપિટલના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડે રિલાયન્સ કેપિટલના એક્વિઝિશન માટે રિઝોલ્યુશન પ્લાન સબમિટ કર્યો હતો. આ હિન્દુજા ગ્રુપની કંપની છે… રિલાયન્સ કેપિટલે એક નિવેદનમાં માહિતી આપી હતી કે તેના એડમિનિસ્ટ્રેટરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ પ્રાપ્ત કર્યું છે. કંપનીના રિઝોલ્યુશન પ્લાનને ઇમ્ૈંએ ૧૭ નવેમ્બરે જ મંજૂરી આપી હતી. આ સાથે હિંદુજા ગ્રૂપ દ્વારા રિલાયન્સ કેપિટલના અધિગ્રહણ માટેનો માર્ગ પહેલા કરતા વધુ સાફ થઈ ગયો છે. હિન્દુજા ગ્રુપની મુખ્ય કંપની અશોક લેલેન્ડ છે.

હિન્દુજા ગ્રુપની કંપની ‘ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ’ એ રિલાયન્સ કેપિટલના અધિગ્રહણ માટે સૌથી મોટી બોલી લગાવી હતી. કંપનીએ રિલાયન્સ કેપિટલને રૂ. ૯,૬૫૦ કરોડમાં ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એપ્રિલમાં રિલાયન્સ કેપિટલ માટે હરાજીનો બીજાે રાઉન્ડ યોજાયો હતો. રિલાયન્સ કેપિટલમાં ગંભીર અનિયમિતતાઓ અને ચુકવણી ડિફોલ્ટને ધ્યાનમાં રાખીને, ઇમ્ૈંએ ૨૯ નવેમ્બર ૨૦૨૧ના ??રોજ તેનું બોર્ડ હટાવી દીધું હતું. તેમજ એડમિનિસ્ટ્રેટર નાગેશ્વર રાવની નિમણૂક કરવામાં આવી હતી.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *