ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં દરેક સંબંધિત બ્લોકના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રીય સ્તરની વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.જેમાં જામનગરના ૧૮થી ૨૯વર્ષની વય જૂથના તમામ યુવાનો કેજેમણે અગાઉના વર્ષમાં ભાગ લીધો ન હતો તે તમામ ભાગ લેવા પાત્ર છે. સ્ક્રિનિંગ રાઉન્ડમાંદરેક બ્લોકમાંથી ૩શ્રેષ્ઠ વક્તાઓની પસંદગી કરવામાં આવશે અને ૩૦નવેમ્બરના રોજ જિલ્લા મુખ્યાલય ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના રાઉન્ડ માટે મોકલવામાં આવશે. જિલ્લા કક્ષાએ તમામ સહભાગીઓને પ્રશંસા પત્રો આપવામાં આવશે અને રૂ. ૫૦૦૦, ૨૦૦૦, ૧૦૦૦અનુક્રમે ૩શ્રેષ્ઠ વક્તાઓને આપવામાં આવશે. જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગીએ જિલ્લાના તમામ યુવાનોને આ રાષ્ટ્રીય કક્ષાની વક્તવ્ય સ્પર્ધામાં ભાગ લેવા અને તેમની વાણી કૌશલ્ય પ્રદર્શિત કરવા અપીલ કરી છે.આ માટેનીવધુ વિગતો માટે 4409nykjam@gmail.com, 0288-2672570, હર્ષ પાંડે :- ૯૫૧૨૬૫૨૧૨૪, સરનામુ :- સી-૨૯/૩૦ બીજા માળે, અંજારિયા ચેંબર્સ, કે.વી.રોડ, જામનગર–361001 પરસંપર્ક કરી શકાશે.
