Gujarat

વાડીયા ગામની મહિલાઓએ પ્રથમ અગરબત્તી બનાવી અંબાજી મંદિરમાં માઁ અંબાના ચરણે ધરી*

*વાડીયા ગામની મહિલાઓને પગભર બનાવી શોષણ મુક્ત કરાશે*
*થરાદના વાડિયા ગામ દેહવ્યાપાર મુક્તિ ના પંથે*
ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે આજ રોજ થરાદ તાલુકા ના વાડિયા ગામ ની દેહ વ્યાપાર કરતી મહિલાઓ આજે સામાજિક કર્યો સાથે જોડાઈ છે અને દેહાવ્યાપર મૂકી ને ગૃહ ઉદ્યોગ તરફ પ્રયાણ કરી જીવનમાં કર્યું પરિવર્તન. યાત્રાધામ અંબાજી મંદિરે આજે રોજ અંબાજી ખાતે માતાજી ની હાજરીમાં શક્તિ સ્વરૂપે નારી શક્તિએ  એક આગવી પેહેલ તરફ પ્રયાણ કર્યું છે બનાસકાંઠા જિલ્લા ની થરાદ તાલુકા નું વાડિયા ગામ છે જે દેહાવ્યાપાર માટે કુખ્યાત છે તે ગામ માં થી  50 થી વધુ બેહનો એ દેહ વ્યાપાર મૂકી ને હવે ગૃહ ઉદ્યોગમાં અગરબત્તી નું નિર્માણ કરશે… અને સૌ પ્રથમ બનાવેલી આ અગરબત્તી આજે અંબાજી મંદિર માતાજી સમક્ષ પ્રગટ કરી ને પોતાના જીવન માંથી અંધકાર ને દૂર કર્યો હતો.
*વાડીયા ગામની મહિલાઓએ બનાવેલી અગરબત્તી અંબાજી મંદિર ટ્રસ્ટ ખરીદશે*
 આદ્યશક્તિ માતાજીના ચરણો માં આવેલી આ મહિલાઓ આજે પોતાને દેહાવ્યાપાર થી મુક્ત કરી હતી તો બીજી તરફ માં અંબાના ચરણો માં આ બેહનો એ પોતાની હાથે બનાવેલ અગર બત્તી ને માઁ અંબા આદ્યશક્તિ સમક્ષ પ્રગટ ટાવી હતી હવે આ અગરબત્તીઓ નું નિર્માણ થયા બાદ આ અગરબત્તી ઓ ને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ હમણાં ખરીદસે જેને લઈને ને આ ઉદ્યોગ માં કામ કરતી આ મહિલાઓ ને પ્રોત્સાહન મળશે અને વધુ માં વધુ મહિલાઓ આ કામ માં જોડાઈ ને દેહ વ્યાપાર થી દૂર થાય તે માટે ની કામગીરી કરવામાં આવશે. વાડિયા ગામની મહિલાઓ આ દેહાવ્યાપાર ના કાર્ય માં થી મુક્તિ મેળવવા માટે વહીવટી તંત્રી થી લઈને સામાજિક કાર્યકરો એ પણ મહત્વ નો ભાગ ભજવ્યો હતો આ અભિગમ નાગ પાંચમ થી શરૂ કરવામાં આવ્યો હતો જેમાં હાલ 8 જેટલાં સખી મંડળ ના ગ્રુપ બનાવવા માં આવ્યા છે જેમાં 50 થી વધુ મહિલાઓ જોડાઈ છે અને તેમને અગરબત્તી બનાવવા ની તાલીમ આપવામાં આવી રહી છે.
*TDO કાજલબેન આમલીયાએ વાડિયા ગામની દીકરીએને મહિલાઓને પગભર બનાવવાની મુહિમ શરૂ કરી*
વાડિયા ગામમાં અગાઉ આ બેહનો જયારે દેહ વ્યાપાર કરતી હતી ત્યારે TDO જિલ્લા કલેક્ટર અને સામાજિક સંસ્થાઓ એ આ વાડિયા ગામ ની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદતેમના પરિશ્રમ અને આ બેહનો ની કામ કરવાની લગન ને લઈને આજે 60 જેટલી મહિલાઓ આ કામ માં 8 ગ્રુપ બનાવી ને જોડાઈ છે અને અને તમામ ગ્રુપ ના અલગ અલગ નામ રાખવામાં આવ્યા છે અને તેમની કામગીરી અને સરાહના પણ આજે TDO દ્વારા કરવામાં આવી હતી તો આજે અંબાના નિજ મંદિર માં ચાંચર ના ચોક માં રહેલ યજ્ઞ માં પોતાના જીવન ના અંધકાર ને હોમી અને અગાઉ ના જીવન માં અજવાળું થાય તે માટે ની પ્રાર્થના કરી હતી.

Screenshot_2023_1216_180204-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *