આગામી તા. 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંતો દ્વારા દેશભરની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આમંત્રણ કળશમાં ચોખા મુકી દેશના અલગ અલગ વિસ્તારોમાં કળશ યાત્રા મોકલવામાં આવી છે. જેના ભાગરૂપે કળશ યાત્રા ખેડા જિલ્લાના કઠલાલમાં આવી પહોચતા હિન્દુ સંગઠનો દ્વારા કળશ યાત્રાની પૂજા-અર્ચના કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કળશ યાત્રાને આગળ ધપાવી આવનારા સમયમાં કઠલાલના વિવિધ મંડળો ઘરે ઘરે જઈ લોકોને અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવશે.

