Gujarat

લોકરક્ષક દળની ભરતીમાં શારીરિક કસોટીનું માર્ક્સ ગણિત સમજાે

અમદાવાદ
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને જીઇઁહ્લ કોન્સ્ટેબલની ૧૦,૪૫૯ જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા ૯ નવેમ્બરના રોજ પૂરી થઈ ગઈ. લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ ૧૨ લાખ જેટલી અરજીઓ આવી છે, જેમાં ૯.૪૬ લાખ અરજી કન્ફર્મ થઈ છે. ૬.૯૨ લાખ પુરુષ અને ૨.૫૪ લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. છેલ્લા દિવસે કુલ ૮૬,૧૮૮ જેટલી અરજીઓ આવી હતી.લોકરક્ષક દળની ભરતીમાં સૌથી પહેલા ફિઝિકલ ટેસ્ટ, એટલે કે શારીરિક કસોટી લેવામાં આવશે, જેમાં નિયત સમયમાં દોડ પૂરી કરનાર પાસ તો ગણાશે, પરંતુ ફિઝિકલ ટેસ્ટના માર્ક્‌સને મેરિટમાં ગણવામાં આવશે. દોડમાં જેટલા વધુ ગુણ હશે એટલો મેરિટમાં નંબર આગળ આવી શકે છે. એમાં પુરુષ ઉમેદવારોએ ૫ કિલોમીટર (૫૦૦૦ મીટર)ની દોડ વધુમાં વધુ ૨૫ મિનિટમાં, જ્યારે મહિલા ઉમેદવારોએ ૧૬૦૦ મીટર દોડ ૯ મિનિટ અને ૩૦ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. એક્સ-સર્વિસમેને ૨૪૦૦ મીટરની દોડ ૧૨ મિનિટ અને ૩૦ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. ન્ઇડ્ઢની ભરતીમાં ૯.૪૬ લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરીને અરજી કન્ફર્મ કરાવી છે. ત્યારે દિવ્યભાસ્કર તમને જણાવી રહ્યું છે કે શારીરિક કસોટીમાં કેટલા સમયમાં કેટલું દોડશો તો તમને કેટલા માર્ક્‌સ મળશે. તમારી દોડ પૂરી કરવાના સમય મુજબ અલગ અલગ માર્ક્‌સ મળશે, જે મેરિટ સમયે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પુરુષ અને મહિલા ઉમેદવારોને વધુમાં વધુ ૨૫, જ્યારે ઓછામાં ઓછા ૧૦ માર્ક્‌સ આ દોડની કસોટીમાં મળવાના છે. પુરુષ ઉમેદવારોએ પૂરા ૨૫ માર્ક્‌સ લેવા માટે ૨૦ મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. વધુમાં ૨૪થી ૨૫ મિનિટની વચ્ચે જાે દોડ પૂરી થશે તો માત્ર ૧૦ જ માર્ક્‌સ મળશે. જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા ૨૫ માર્ક્‌સ લેવા માટે ૭ મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. ૯થી ૯.૩૦ મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર ૧૦ માર્ક્‌સ મળશે. એક્સ-સર્વિસમેને પૂરા ૨૫ માર્ક્‌સ લેવા માટે ૯.૩૦ મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. ૧૨ અને ૧૨.૩૦ મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર ૧૦ માર્ક્‌સ મળશે. જેથી ઉમેદવારો જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરશે એટલા વધુ માર્ક્‌સ મળશે અને મેરિટમાં તેને ફાયદો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *