Gujarat

ઉના ગીરગઢડા રોડ પર ડુંગળી ભરેલો ટ્રેક પલ્ટી ખાઈ જતાં ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત.. ટ્રકમાં બેઠેલા ખેડુત તથા બાળકીને ઈજા સારવાર હેઠળ.. રસ્તા પર ડુંગળી રેલમ છેલ..

ગીરગઢડાના દ્રોણ ગામના ખેડૂતની ડુંગળી રાત્રિનાં ટ્રકમાં મહુવા ખાતે લઇ જવાતી હતી. એ દરમ્યાન ઉના ગીરગઢડા રોડ પર ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી ખાઇ ગયો હતો. જેમાં ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.
દ્રોણ ગામેથી ડુંગળી ટ્રક નં.જી.જે.01બી વી 1302માં ભરી મહુવા લઇ જવાતી હતી. એ દરમ્યાન ઉના ગીરગઢડા રોડ પર આવેલ ઝુડવડલી ગામના પાટીયા નજીક ટ્રક ચાલક ફારૂકભાઇ સલેમાન કણાનીયા રહે.મહુવા પોતે ટ્રક પરનુ સ્ટેરીંગનો કાબુ ગુમાવતા અચાનક ડુંગળી ભરેલો ટ્રક રસ્તાની સાઇડમાં વિજપોલને અથડાઇ પલ્ટી ખાઇ જતાં ડ્રાઇવર ટ્રક નીચે દબાઇ જતા તેમનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે ટ્રકમાં બેઠેલા ખેડૂત અરજણભાઇ બારીયા સહીત બે વ્યક્તિને ઇજા પહોચતા તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮માં સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની ઘટના ધડાકાભેર બનતા આજુબાજુના તેમજ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોના ટોળેટોળે ઉમટી પડ્યા હતા. અને ટ્રક નીચેથી ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢી ઉના સરકારી હોસ્પીટલે પી એમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના સગાસંબંધીઓ આગેવાનો સહીત બહોળી સંખ્યાં તાત્કાલીક હોસ્પીટલે દોડી ગયા હતા. જ્યારે રસ્તા પર ડુંગળીના બાચકાઓ રેલમ છેલ થઈ ગયા હતા જેથી અન્ય ટ્રકમાં ભરી લઈ જવામાં આવ્યા હતા.

IMG-20231220-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *