ક્લાઈમેટ ચેન્જની અસર પાકને ઓછી થાય તે પ્રકારના બિયારણોનું ઉત્પાદન કરવું ખૂબ જરૂરી છે ઃ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ
ગાંધીનગર,
સમગ્ર વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જની સમસ્યા વિકટ બની રહી છે, તેવા સમયે બિયારણની ગુણવત્તા જળવાઈ રહે, ઉત્પાદન વધે અને ક્લાઈમેટ ચેન્જની અસર પાકને ઓછી થાય તે પ્રકારના સક્ષ્મ બિયારણોનું ઉત્પાદન કરવું ખૂબ જરૂરી છે, તેવું આજરોજ ગુજરાત સીડ્સ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા આયોજિત ત્રીજી ગુજરાત સીટ કોંગ્રેસ ૨૦૨૩ના સમારંભમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું.
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીનગર નજીક લીંબોદરા ખાતે આયોજિત આ સમારંભનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવતા વધુમાં ઉમેર્યું હતું કે, કૃષિ ક્ષેત્રે બિયારણ, ખાતર અને પાણી આ ત્રણ ખૂબ જ અગત્યના પાસા છે. જેમાં બિયારણનું મહત્વ ખૂબ જ છે. બિયારણની ગુણવત્તા સારી હશે તો ઉત્પાદન પણ સારું થશે. હાલના સમયમાં ખેતીલાયક જમીન ઘટી રહી છે, ત્યારે ગુણવત્તા યુક્ત બિયારણનું ઉત્પાદન કરવાની જવાબદારી સૌએ સમજવી પડશે. સરકાર દ્વારા ગુણવત્તા યુક્ત બિયારણના ઉત્પાદન અને પ્રોત્સાહન આપવા સુવ્યવસ્થિત નીતિ અને યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. સારા બિયારણના ઉત્પાદન તેની સમય મર્યાદામાં થાય અને ખેડૂતો સુધી તે પહોંચે તે પણ ખૂબ જ અગત્યની બાબત છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુણવત્તા વગરનું બિયારણ બજારમાં વેચાણ માટે ના જાય તેમજ ખેડૂતો પાસે પણ ના જાય તે માટે ખાસ તકેદારી સરકાર સાથે સાથે સીડ્સ ઉત્પાદક કંપનીઓએ પણ રાખવી જાેઈએ. ખેડૂતોની આવક બમણી કરવા અને ખેડૂતોને આત્મ ર્નિભર બનાવવા માટે ગુણવત્તા યુક્ત બિયારણ ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીઓમાં જે ર્રિસચ થાય છે. આવા સંશોધનોને ખેડૂતો સુધી પહોંચાડવાના ભગીરથ કામને પણ પ્રાધાન્ય આપવું જાેઈએ. તેમજ ખેડૂતોને સુવ્યવસ્થિત ભાવ મળે તે માટે પણ ખાસ તકેદારી રાખવી જાેઈએ.
ગુજરાત સીડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખશ્રી ડો. એન. પી. પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યમાં સીડ ઇન્ડસ્ટ્રીઝના વિકાસમાં સરકારની ખૂબ જ મહત્વની ભૂમિકા રહી છે. સરકારના સહયોગથી આજે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં સીડ્સ ઉત્પાદન કરતી કંપનીઓ વધુ છે. તેમજ આ ક્ષેત્રમાં વિકાસ પણ ખૂબ જ થયો છે તેમણે વિવિધ હાઇબ્રિડ બિયારણોના સંશોધનની રસપ્રદ વાત કરી તેમણે જણાવ્યું હતું કે, હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગ ની અસરો ઘટાડવા અને પર્યાવરણની જાળવણી માટે ની દિશામાં પણ સિડ્સ ઇન્ડસ્ટ્રીઝ એ યોગદાન આપવું જાેઈએ તેમજ પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવવું જાેઈએ. દેશના ખેડૂતોની આવક બમણી કરવા ની દિશામાં પ્રયત્ન કરી રહેલા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ઉમદા ભાવને સીડ્સ ઇન્ડસ્ટ્રીઝએ સહકાર આપવા પણ અપીલ કરી હતી
ઇન્ટરનેશનલ સીડ ટેસ્ટીંગ એસોસીએશનના પ્રમુખ અને તેલંગાણા સીડ સર્ટી એજન્સીના ડાયરેકટર ર્ડા. કે. કેશાવુલુએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણે જ આપણા બિઝનેસનો ગ્રોથ કરવાનો છે, તે વાત સારી રીતે ગુજરાત સીડ્સ ઇન્ડસ્ટ્રીઝ જાણે છે. જેથી ગુજરાત સીડ એસોસિયેશને હંમેશા ગુણવત્તા યુક્ત સીડ્સને પ્રાધાન્ય આપ્યું છે અને જે વાત ખૂબ જ પ્રશંસનીય છે. તેમણે આજની બેઠકમાં મોટી સંખ્યામાં સીડ્સ ઉત્પાદનમાં કામ કરતાં નવ યુવાનોને જાેઈ તે વાતનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ નિકાસ કરવા માટે બીજની ગુણવત્તા અને તેની વિશ્વસનીયતા જળવાઈ તે ખૂબ જરૂરી છે. સમય મર્યાદામાં બીજની તે નિકાસ થઈ શકે તેવા પ્રયાસોને પ્રાધાન્ય આપવા પણ જણાવ્યું હતું. તેમણે ગુજરાતમાં સીડ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે રાજ્ય સરકારે કરેલા પ્રયાસોને પણ બિરદાવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત સીડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયન દ્વારા ડો. એ. આર. પાઠક, ર્ડા. કે.જી.મહેતા અને જેરામભાઇ ટિંબડીયા ને મંત્રીશ્રીના હસ્તે શાલ ઓઢાડી લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ મંત્રીશ્રીના હસ્તે સીડ ઉત્પાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૩ મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ બીજ ક્ષેત્રના વિષયના તજજ્ઞો દ્વારા સીડ્સ ઉત્પાદન ક્ષેત્રે શું તકેદારી રાખવી જાેઈએ તેમજ વધુ ઉત્પાદન કેવી રીતેના મેળવી શકાય તે વિષય ઉપર ઉપસ્થિત સર્વે એસોસિયશનના સભ્યોને રસપ્રદ માહિતી આપી હતી.
આ પ્રસંગે ભારત સરકારના કૃષિ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર શ્રી ડો. ચંદ્રમોહન, ખેતી નિયામક શ્રી એસ.જે. સોલંકી, બાગાયત નિયામક શ્રી ડો. પી.એમ.વઘાસિયા, ઇન્ટરનેશનલ સીડ્સ ટેકનોલોજી એસોસીએશનના પ્રેસિડેન્ટ ડો. માલવિકા દદલાણી, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના નિયામક શ્રી બી.એમ. મોદી, એ.પી. એસ. એ. ના પ્રમુખશ્રી ડો. મનીષ પટેલ ગુજરાત રાજ્ય બીજ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ રબારી, એમ. એસ. એમ. ઈ. કાઉન્સિલના શ્રી અર્પિત કચોલીયાજી, એન.એસ.ઈ ચેતન વ્યાસ. જી.એ. એસ. ના પૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી ડો. એ.આર. પાઠક અને સેક્રેટરી શ્રી ડો. કે.જી.મહેતા સહિત એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

