Gujarat

કેન્દ્ર સરકારે ગુજરાતમાં ૮ ક્લસ્ટરના વિકાસ માટે ૫૧૪ કરોડ ફાળવ્યા

સમગ્ર દેશમાં કુલ ૫૩ પ્રોજેક્ટ મંજૂર કરાયા જેમાંથી ૮ પ્રોજેક્ટ ગુજરાતના
૪૯ હજાર લોકોને રોજગારી મળશે, તો ૬૮ હજાર ખેડૂતોને સીધો ફાયદો થશે

૨૦૨૪ નું વર્ષ કૃષિ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે આલાગ્રાન્ડ જવાનું છે. કારણ કે, ૨૦૨૪ માં કેન્દ્ર સરકારનું મુખ્ય ફોકસ એગ્રિકલ્ચર સેક્ટર રહેશે. કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા ઓપરેશન્સ ગ્રીન્સ અંતર્ગત સમગ્ર દેશમાં કુલ ૫૩ પ્રોજેક્ટ મંજૂર કરાયા છે. જેમાંથી ૮ પ્રોજેક્ટ ગુજરાતના છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં ૮ ક્લસ્ટરના વિકાસ માટે ૫૧૪ કરોડ ફાળવ્યા છે. બાગાયત પાકોમાં ખેડૂતોને નુકસાન રોકવા માટે સંસદમાં ઓપરેશન ગ્રીન્સ પ્રોજેક્ટ લાવવામા આવ્યો હતો. જે અંતર્ગત મંત્રાલય દ્વારા કુલ ૫૩ પ્રોજેક્ટ મંજૂર કરાયા છે.

કેન્દ્ર સરકારે કુલ ૨૪૫૭ કરોડના પ્રોજેટ્‌લની લીલી ઝંડી આપી છે. ેજમાંથી ૫૧૪ કરોડના ૮ પ્રોજેક્ટ ગુજરાતના છે. આ જાહેરાત થકી ૪૯ હજાર લોકોને રોજગારી મળશે. તો ૬૮ હજાર ખેડૂતોને સીધો ફાયદો થશે. ગુજરાતમાં ટામેટા માટે સાબરકાંઠા, આણંદ અને ખેડા જિલ્લાનું ક્લસ્ટર બનાવાયું છે. જેમાં વાર્ષિક ૧૩.૫૭ લાખ મેટ્રિક ટન ટામેટાનું ઉત્પાદન થાય છે. એ જ રીતે ડુંગળી માટે ભાવનગર અને અમરેલીના ક્લસ્ટરમાં ૫.૪૬ લાખ, બટાકા માટે બનાસકાંઠા અને સાબરકાંઠાના ક્લસ્ટરમાં ૩૮.૭ લાખ, કેળા માટે સુરત, નર્મદા ભરૂચ અને આણંદ ક્લસ્ટરમાં ૪૦ ૧૦ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *