ગોળાફેંક સ્પર્ધાનાં ઓપન પુરૂષ વિભાગમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ
અખિલ ભારતીય મુલ્કી સેવા એથ્લેટિક્સ પસંદગી સ્પર્ધા 2023/24 અંતર્ગત રાજ્ય કક્ષાની રમતગમત સ્પર્ધાઓ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, નડિયાદ ખાતે યોજવામાં આવી હતી. જેમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી ગોળાફેંક સ્પર્ધાનાં ઓપન પુરૂષ વિભાગમાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સરસ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતાં અજયકુમાર લક્ષ્મણભાઈ પટેલે રાજ્ય કક્ષાએ અવવ્લ સ્થાન પ્રાપ્ત કરી રમતગમત ક્ષેત્રે ઓલપાડ તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લાનું નામ રોશન કરેલ છે.
તાલુકા તથા જિલ્લા કક્ષાએ અનેકવિધ સિદ્ધિઓનો ભૂતકાળ ધરાવતાં આ યુવા શિક્ષક અજય પટેલની ઝળહળતી ઉપલબ્ધિને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર હર્ષદ ચૌહાણ, શાળા પરિવાર તથા સમસ્ત સરસ ગ્રામજનોએ વધાવી તેમને અભિનંદન પાઠવ્યા હતાં.

