ઉનાના સીમર-દુધાળા રોડ પર બે બાઇક સામસામી અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક યુવાનને ગંભીર ઈજા થતાં હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો સામે બાઈક ચાલક વૃદ્ધને સમાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળેલ છે..
દુધાળા ગામે રહેતો યુવાન પોતાની બાઈક લઈને સીમર તરફ જતો હોય એ દરમિયાન રોડ પર સામે આવતી બાઈક સામસામી અથડાઇ હતી. આ અકસ્માતમાં બંન્ને બાઈક ફંગોળાઈ જતાં એકને મોઢાના ભાગે ઈજા થતાં લોહીલોહાણ હાલતમા રસ્તા પર ઢળી પડેલ હતો. જ્યારે સામે બાઈક ચાલક વૃદ્ધને સામાન્ય ઇજા થયેલ. એક બાઈક યુવાનને ગંભીર ઈજા થતાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે પ્રથમ સીમર હોસ્પીટલે ખસેડાયેલ ત્યાર બાદ વધું સારવાર માટે ઉના ખાનગી હોસ્પિટલ રિફર કરેલ હોવાનુ જાણવા મળેલ છે.

