છોટાઉદેપુર તાલુકાના સિસાડિયા ગામે આંગણવાડી કેન્દ્રની જિલ્લા કલેકટર સ્તુતિ ચારને મુલાકાત લઈ બાળકોનું વજન ઉંચાઈની ચકાસણી કરી તેમજ કુપોષિત બાળકોની માહિતી મેળવી કુપોષણ નિવારણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.સાથે ચિસાડીયા ગામે સરકાર માન્ય વાજબી ભાવની દુકાનની તપાસની કરી જેમાં દુકાનમાં હાજર કટ્ટામાં જથ્થો નિયત પ્રમાણમાં છે કે કેમ તેની ચકાસણી, રેશનકાર્ડ ધારકોની EKYCની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા માટે જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી.ત્યારબાદ જિલ્લા કલેકટરે લેહવાંટ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત મુખ્ય હેડવકસ ફિલ્ટર પ્લાન્ટની ચાલતી કામગીરીનું નિરીક્ષણ જિલ્લા કલેકટરે કર્યું હતું.

