Gujarat

પીએમ જન મન યોજના હેઠળ આદિજાતિ લાભાર્થી માટે વિકાસલક્ષી કાર્યક્રમની શરૂઆત

પીએમ જનમન યોજના હેઠળ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્ટરપ્રિનરશીપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ (નિસબડ) દ્વારા ગુજરાત ના અલગ અલગ જિલ્લામાં તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ મુ. ગુંડિયા ગામ તા.ધરમપુર માં PVGT કેટેગરી ના આદિજાતિ લાભાર્થી માટે ગૌણ વન પેદાશો પર આધારિત સાહસિકતા કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું આયોજન કરી રહી છે.
કાર્યક્રમ વિશે વાત કરતા (નિસબડ)ના કન્સલ્ટન્ટ સૌરવ નૌટિયાલે જણાવ્યું હતું કે વન ધન કેન્દ્ર વિકસાવીને, આદિજાતિ મંત્રાલય દ્વારા અતિ પછાત આદિવાસી વર્ગના આર્થિક વિકાસ માટે ઉપલબ્ધ સંસાધનમાંથી આજીવિકા પ્રોત્સાહનના સ્ત્રોતો વિકસાવવામાં આવે છે.
જે અંતર્ગત ટ્રાઇફેડ ક્ષેત્રીય કાર્યાલય ગુજરાતના અધિકારી શ્રી અજિત વાછાણી તથા નિકુંજ વાછાણી અને ગુજરાત વન વિભાગના સહિયારા સહયોગથી તાલીમ દ્વારા વિવિધ વન આધારિત ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, આ સાથે સ્થાનિક અને ડિજિટલ માધ્યમથી ઉત્પાદનોનું માર્કેટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તાલીમમાં કુલ 50 જામલિયા અને 50 ગુંડિયા ગામ  ના લાભાર્થી ભાગ લેવામાં આવ્યો હતો.

IMG_20240114_152202.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *