તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ હાર્ટ કેર મેરેથોનમાં ઓલપાડ તાલુકાનાં ટકારમા ગામનાં વતની કૌશિકા પટેલે ભાગ લીધો હતો. શહેરનાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર સ્વ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનાં શુભ હેતુસર આ મેરેથોનમાં શહેર તથા જિલ્લાનાં સેંકડો નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતાં. સરકારી ફરજ સાથે જાહેર હિત માટે પણ હરહંમેશ પ્રયત્નશીલ એવાં જાગૃત મહિલા કૌશિકા પટેલે મેરેથોનનું નિર્ધારિત અંતર સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ હતું.

