અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસરના ભાગરૂપે દેશભરના ધાર્મિક સ્થળોની સફાઈ કરવા માટે સ્વચ્છતા અભિયાન આરંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪ થી ૨૨ જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જેને લઇને આજે છોટાઉદેપુર તાલુકાના લેહવાંટ ગામે સાંતેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાન અંતર્ગત સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા,ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર તાલુકા સરપંચ સંઘના પ્રમુખ રસિકભાઈ રાઠવા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં સાફ સફાઈ કરવામાં આવી હતી.

