Gujarat

છોટાઉદેપુર નગરમાં ધામધૂમ થી ચાદર વિધિ, ભંડારો અને મહંતાઈ સમારોહ યોજાયો,  નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, 

         છોટાઉદેપુર નગરમાં આવેલ શ્રી જાગનાથ મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીન મહંત 108 શ્રી માધવદાસજી મહારાજ નો સંત ભંડારો અને મહંતાઈ તેમજ ચાદરવિધિ નો ભવ્ય સમારોહ  આજે યોજાયો હતો. જેમા ગુજરાત સહિત અલગ અલગ રાજ્યો માંથી 250 જેટલા સાધુ સંત ઉપસ્થિત રહ્યા હતા. સંત સમાજની ઉપસ્થિતિમાં નગરનાં ગોરા રામજી મંદિર થી  ભવ્ય શોભાયાત્રા નિકળી છોટાઉદેપુર નગર માં ફરી જાગનાથ મહાદેવ મંદીરે પહોંચી હતી. જ્યાં પૂજ્ય મહંત શ્રી 108 શ્રી માધવદાસજી મહારાજની પ્રતિમા જાગનાથ મંદિર ખાતે સ્થાપિત કરવામાં આવી હતી.
         શ્રી જાગનાથ મહાદેવ મંદિર અને ગોરા રામજી મંદિરના સંયુક્ત મહંતાઈ અને ચાદર વિધિ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહંતાઈ મહોત્સવ શ્રી નર્મદા વિરક્ત મંડળના અધ્યક્ષ શ્રી મહંત 108 ભરતદાસજી મહારાજ, અખીલ ભારતીય સંત સમિતિ ના અધ્યક્ષ દેવાચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ અને ધર્માચાર્ય શ્રી અખિલેશ્વર દાસજી સહીત 200 થી વધું સંતો મહંતો ના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો. સદર આયોજનમાં સમગ્ર છોટાઉદેપુર નગરની ધર્મપ્રેમી પ્રજા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

VideoCapture_20240117-120636.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *