Gujarat

ગાંધીનગર શહેર ભાજપ દ્વારા ‘ફરી એક વાર – મોદી સરકાર‘ વોલ પેઇન્ટિંગ અભિયાનનો રાયસણ ખાતેથી પ્રારંભ કરાવાયો

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા દેશભરમાં વોલ પેઇન્ટીંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દિવાલો પર ભાજપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં પણ આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આગામી લોકસભા ચૂંટણી અન્વયે સમગ્ર દેશભરમાં ભાજપ દ્વારા વોલ પેઇન્ટિંગ અભિયાનનો પ્રારંભ થયો છે જે અંતર્ગત ગાંધીનગર શહેર ભાજપ દ્વારા ‘ફરી એક વાર – મોદી સરકાર‘ વોલ પેઇન્ટિંગ અભિયાનનો રાયસણ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ, સંગઠનના હોદ્દદારો, અગ્રણીઓ, ચુંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી કમળના નિશાન સાથે ‘ફરી એક વાર – મોદી સરકાર‘ વોલ પેઇન્ટિંગ કર્યું હતું અને આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ ગુજરાતની તમામ બેઠકો પર ૫ લાખથી વધુ મતોથી વિજયી બનશે અને કેન્દ્રમાં ફરી એક વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર રચાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *