Gujarat

આદિવાસી સમાજની અનોખી પરંપરા સાથે એક મહિનાની મહેનત, ૧૦ દિવસ સુધી પૂંજા વિધી અને ૨૦ લાખના ખર્ચે સાથે મોટી આમરોલ ગામમાં દેવોનો લગ્ન લેવાયાં,

આજના યુગમાં  રાજકીય પક્ષા પક્ષી કે અન્ય પરિબળો ના કારણે ગામ ની એકતા સતત તૂટતી જાય છે ત્યારે, છોટાઉદેપુર જિલ્લામાં ઉજવાતા ઇન્દ ના ઉત્સવોમાં ગામની એકતા અને સહભાગિતા હજી પણ અકબંધ રહેવા પામી છે,
અને આવા જ એક મોટી આમરોલ ગામની વાત કરીએ તો આ ગામમાં આદિવાસી, દલિત સમાજ અને  ના  1200 પરિવારોમાં 12હજાર લોકો નિવાસ કરે છે,અને જેતપુર પાવી તાલુકામાં આ સૌથી મોટું ગામ છે, ગામના લોકો એકતા  દાખવી સમગ્ર ગામના લોકો 100 વર્ષ બાદ 20 લાખના ધામધૂમ પૂર્વક દેવો ની પેઢી બદલી જુવરીયો ઇન્દ  ઉજવ્યો છે,
આજ થી ૧૦૦ વર્ષ પહેલાં ગામ ના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી એ બાદ ગામ લોકો ભેગા મળીને ગામની પેઢી બદલી દેવો ના લગ્ન લેવાનું નું નક્કી કરી ૧૦ દિવસ થી ગામની સીમમાં આવેલા 34 જેટલાં દેવ સ્થાનો ના જૂના માટી ના ઘોડાં અને લાકડાં માંથી ઘડેલાં દેવ પ્રતીકો દૂર કરી નવા દેવોનાં ઘોડાં અને ખૂટડા બદલી કરુંડીયા ઇન્દ માં હળ ની પૂંજા વિધી સાથે ઇન્દ ની ઉજવણી કરી છે  આદિ અનાદી કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામ માં સુખાકારી જળવાઇ રહે એવી માન્યતા મુજબ ગામના લોકો ૧૦ દિવસ સુધી માત્ર બફેલો ભાત અને મરચું જમવાનું વ્રત પાડ્યું હતું, આજે ગામની મહિલાઓ અડદ ની દાળ વાટી ને ઢેબરાં બનાવી દેવો ને ધરાવી,આખું ગામ સામૂહિક  આજ થી પાકું ભોજન જમ્યા હતાં,
ગઈ રાત્રિ ના આજુ બાજુ ના ૧૫ થી ૨૦ ગામમાં લોકો ઢોલ માંદલ સાથે કરમ અને કળા ના ઝાડ ની પૂંજા વિધી કરી ૧૦ ડાળીઓ કાપવા ની કુદરત પાસે મંજૂરી માંગે છે જે ડાળીઓ ને જમીન પર પડવા દેવામાં આવતી નથી, અને આ ડાળીઓ ને વાજતે ગાજતે અખાડા સુધી લાવી ડાળીઓ ને સાત ફેરા નાચતાં ગાતાં રમાંડવામાં આવે છે, અને ડાળી ઓની પૂંજા વિધી કરી ડાંગર ની પુંજ પાડી ડાળીઓ ને રોપવામાં આવે છે, જે બાદ સદીઓ જૂના દેવો ના પાટલા અને માટલાં ડાળીઓ આગળ સ્થાપના કરી બળવા દ્વારા આખી રાત ઘાયના રૂપી કથા કરવામાં આવે છે, જયારે ગામના લોકો એકજ પ્રકાર ના પારંપરિક વસ્ત્રો ધારણ કરી નાચગાન કરે છે, અને વહેલી સવારે સ્થાપના કરેલ ડાળીઓ ને વાજતે ગાજતે નદીનાં પાણી માં ડુબાડી વિસર્જન કરવામાં આવે છે, આદિવાસી સમાજ ની વર્ષો જૂની માન્યતા મુજબ ગામની મહિલાઓ દેવોનાં લગ્નના લોક ગીતો ગાય છે તો બળવા દ્વારા ઘાયના રૂપી કથા કરી દેવો ના લગ્ન કરાવવામાં આવે છે, મોટી અમરોલ ગામમાં ઇન્દ ની ઉજવણી પ્રસંગે રાજકીય પક્ષો પક્ષા પક્ષી થી ઉપર ઉઠી તમામ રાજકીય પક્ષોના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

VideoCapture_20240118-122627.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *