Gujarat

*રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જોડિયા હુન્નર શાળાની મુલાકાત લેતાં જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહ*

જામનગર તા.24, પ્રજાસત્તાક પર્વની ઉજવણીના રિહર્સલ માટે જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહ જોડિયા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.જ્યાંથી તેઓ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત જોડિયાની હુન્નર શાળાની મુલાકાતે પહોંચ્યા હતા અને બાલિકાઓ તથા ભૂલકાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી ખૂબ જ સહૃદયતાથી બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.શાળાની બલિકાઓએ પણ કુમકુમ તિલક કરી કલેક્ટરશ્રી સહિતના અધિકારીશ્રીઓને આવકાર્યા હતા.કલેક્ટરશ્રીએ આ તકે શાળામાં વિદ્યાર્થીનીઓની સંખ્યા, શાળામાં અન્ય સુવિધાઓ, સ્ટાફ, શાળાની અન્ય પ્રવૃત્તિઓ વગેરે અંગે પણ માહિતી મેળવી હતી અને બાળકો સાથે સમય વિતવ્યો હતો.
કલેક્ટરશ્રી સાથે આ તકે અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર, ધ્રોલ પ્રાંત અધિકારી શ્રી સાકરીયા, જોડિયા મામલતદાર શ્રી કવાડિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી પાર્થભાઈ સુખપરિયા, અશોકભાઈ વર્મા અને પુનીતભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી.

IMG-20240124-WA0327.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *