ઉના તાલુકાની શાળાઓમાં 75 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટાડેસર કુમાર પ્રાથમિક શાળામાં તાલુકાનું પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે અધિકારીઓ, શાળાના શિક્ષકો, ગ્રામપંચાયત, તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વંદનનો પર્વ નિમિતે શાળાના છાત્રો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
મોઠા ગામે 75 માં ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ગામના આગેવાનો, ગ્રામ પંચાયત બોડી સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ ગુલિસતા પ્રાથમિક શાળામાં 75 મોં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે શાળાનાં વિદ્યાર્થીઓ સાથે ભવ્ય પ્રભાત ફેરી રૂપે રેલી તિરંગા ફરકાવીને નિકળી હતી. વિવિધ વિસ્તારોમાં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા સંદેશ આપેલ તેમજ શાળાનાં ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી સલામી આપી રાષ્ટ્રીય ગીત, ઝંડા તેમજ રાષ્ટ્રીય સંદેશ સાથે પ્રવચન આપવામા આવ્યું હતું. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી.

