રાણપુર શહેરમાં ભાજપના મતદારો વાળા વિસ્તારોમાં વિકાસના કામો નથી થતા….
હનુમાનપુરી-આંબાવાડી વિસ્તારોમાં ભાજપના મતદારો વસતા હોય ભાજપના સભ્યોએ મુકાવેલા કામ આજદીન સુધી જાણી જોઈને પુરા નથી કર્યા:કેશુભાઈ પંચાળા
બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અને રાણપુર શહેર જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા દ્વારા રાણપુર ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો ભાજપના મતદારો વસતા હોય અને ભાજપના ચુંટાયેલા સભ્યોએ વિકાસના કામો મુક્યા હોય તે વિકાસના કામો આજદીન સુધી સમયસર પુરા કરવામાં ન આવતા હોવાનો પત્ર જિલ્લા વિકાસ અધિકારીને લખવામાં આવ્યો છે.પત્રમાં રાણપુર શહેરને વિકસીત બનાવવા કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ રાણપુર ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ નું સાશન છે.બોટાદ જિલ્લામાં આવેલ રાણપુર શહેર જ્યા ગ્રામ પંચાયત માં કોંગ્રેસ ની સત્તા છે.ત્યારે જિલ્લા પંચાયતમાં ભાજપના આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે કેશુભાઈ પંચાળા છે અને તેઓ રાણપુર વિસ્તારમાંથી જ આવે છે. ત્યારે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો સમયસર પૂર્ણ ન કરતા હોવાનો પત્ર જિલ્લા વિકાસ અધિકારીને લખવામાં આવ્યો છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાજપના મતદારવાળા વિસ્તારમાં વિકાસના કામો પૂર્ણ ન કરતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમજ વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને મનફાવે તેવી રીતે કામો કરવામા આવી રહ્યાં છે. ચેરમેન કેશુભાઈ પંચાળા દ્વારા ગામને વિકસિત બનાવવા કડક કાર્યવાહી કરવા પત્રમાં માગ કરી છે.બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમીતીના ચેરમેન કેશુભાઈ પંચાળાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે હનુમાનપુરી-આંબાવાડી વિસ્તારોમાં ભાજપના મતદારો વસતા હોય ભાજપના સભ્યોએ મુકાવેલા કામ આજદીન સુધી જાણી જોઈને પુરા નથી કર્યા અને આ બાબતે સ્થાનિક ધારાસભ્ય,તાલુકા વિકાસ અધિકારી,બોટાદ કલેક્ટર,જીલ્લા વિકાસ અધિકારી,બોટાદ જીલ્લા પંચાયત પ્રમુખ,બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ,મુખ્યમંત્રી ગાંધીનગર,વિકાસ કમિશનર ગાંધીનગર,કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

