Gujarat

ગીર બોર્ડ પાસે ગીરગઢડાના ઈંટવાયા-ખિલાવડ રોડ પર આવેલી દરગાહ પર સિંહોનો વિડીયો વાઇરલ… દરગાહ ઉપર નમન કરતો વીડિયો મોબાઇલ કેમેરામાં કેદ..

ઉના ગીરગઢડા પંથકનાં ગીર જંગલની બોર્ડર પર આવેલ રસ્તા પર અવાર નવાર સિંહોના આટાફેરા જોવા મળતા હોય છે. ત્યારે ગીર બોર્ડરને અડી આવેલ ગીરગઢડા થી ધોકડવા રોડ પર આવેલ એક દરગાહ પાસે સિંહો આવ્યા હતા. અને દરગાહ ઉપર સિંહણ ચઢીને નમન કરતી હોય તેવો વીડિયો ત્યાંથી પસાર થતાં લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ મીડિયામાં વાયરલ થયો હતો.
ગીર બોર્ડરને અડી આવેલ ગીરગઢડા થી ધોકડવા તરફ જતા રસ્તામાં ઈંટવાયા-ખિલાવડ ગામ વચ્ચે રોડ પર આવેલી રહિમશાહ બાબાની દરગાહ પાસે એક સાથે ત્રણ સિંહો આવી ચઢ્યા હતા. અને દરગાહની આસપાસ આટાફેરા કર્યાં બાદ એક સિંહણ દરગાહની ઉપર બે પગ વાળી નમન કરતી હોય જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
જોકે આ સ્થળ પર એકવાર નહી પરંતું અનેક વખત આ દરગાહ પાસે સિંહો આવતા હોય છે. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો. જોકે રસ્તા પરજ દરગાહ આવેલ હોય અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પોતાના વાહન રોકી સિંહ દર્શન કરતાં હોય જે વધુ એક વિડિયો સામે આવ્યો હતો.

IMG-20240131-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *