Gujarat

બાર આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ

જેતપુરપાવી તાલુકાના બાર ગામે આવેલ પી.એચ.સી આરોગ્ય કેન્દ્રમા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવતા બાર તેમજ આજુબાજુના ગ્રામજનોમા ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. જેતપુરપાવી તાલુકાના બાર તેમજ આજુબાજુના વિસ્તારના ગામોમાં રાત્રી દરમિયાન ઈમરજન્સી એમ્બ્યુલન્સની સુવિધાનો અભાવ હોવાના પરિણામે દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. હવે એમ્યુલન્સ ફાળવાતા પ્રજાની મુશ્કેલી દુર થશે
        કોરોના ના સમયે લોકો ને મેડિકલ સારવાર માં લાવવા લઈ જવા માટે જે મુશ્કેલીઓ પડી ત્યારથી જ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા એમ્બ્યુલન્સ ફાળવવા નો નિર્ણય કર્યો હતો. તેમજ બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં આવતા  દર્દી ને સારવાર અર્થે લેવા લઈ જવા અને લાવવા માટે તકલીફો પડતી હતી. આ ગાડી મોટી હોવાથી બારની સાથે સાથે બીજા સરકારી કેન્દ્રો પર મેડિકલ કેમ્પ તેમજ અન્ય સરકારી મેડિકલ વ્યવસ્થા માં પણ ઉપયોગી નીવડશે. એમ્બ્યુલન્સ ફળવાતા આજુબાજુ ગામોમાંથી આવેલ આગેવાનો અને મેડિકલ સ્ટાફે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો આભાર માન્યો હતો અને સન્માન કરવામાં આવ્યું હતું..આમ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધા ઝડપથી મળે તે માટે આ પ્રશંસનીય કાર્ય કરતા લોકોમાં આનંદ છવાયો હતો.

IMG-20240131-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *