રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી 2024 અંતર્ગત ટ્રાફિક જાગૃતિ અભિયાન ના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ અને છોટાઉદેપુર પોલીસના સહયોગથી નગરમાં રેલીનું આયોજન છોટાઉદેપુર નગર ના પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતેથી કરવામાં આવ્યું હતું. લોકોમાં ટ્રાફિકની જાગૃતિ આવે સાથોસાથ હેલ્મેટ અવશ્ય પહેરે સીટબેલ્ટ અવશ્ય બાંધે જેને લઈને આ રેલીનું નગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતેથી છોટાઉદેપુરના પાવર હાઉસ ચોકડી ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

