ગીરગઢડામાં છ દિવસ પહેલા મહીલા પર હુમલો કરનાર માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. આ દિપડાને વનવિભાગ અધિકારીઓ અને વેટર્નરી ડોક્ટરો દ્વારા માનવભક્ષી દીપડાને સજા કરવાનો નિર્ણય કરાતા હાલ દીપડો જેલ હવાલે કરવામાં આવ્યો છે.
ગીરગઢડામાં પેટ્રોલ પંપ પાસે રોડ પર આવેલ ઝૂંપડા બાંધીને છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરતા પરીવારની એક મહિલા અને અન્ય મહિલા આમ બે વૃદ્ધ મહીલા પર માવનભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો. અને વનવિભાગ દ્વારા ઘટનાં સ્થળે આસપાસ બે પાંજરા ગોઠવવામાં આવ્યાં હતા. અને ખુંખાર દીપડો આખરે પાંજરામાં કેદ થઈ ગયો હતો. આ માવનભક્ષી દીપડાએ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવેલ જ્યાં વનવિભાગ અધિકારીઓ તેમજ ડોક્ટર દ્વારા દીપડાને આજીવન કેદની સજા ફટકાવામાં આવી હતી.
આ માનવભક્ષી દીપડાને અમરેલી જીલ્લાના ધારી ખાતે આવેલ આંબરડી સફારી પાર્કમાં જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જે કોઈ વન્યપ્રાણી માનવ ઉપર હુમલો કરે છે તે વન્યપ્રાણીને વન વિભાગ દ્વારા જેલ હવાલે કરવામાં આવે છે. જે વન્યપ્રાણી દ્વારા માનવ પર
હુમલો કરનારને મુકત કરવામાં આવતા નથી. તેને આજીવન જેલમાં કેદની સજા આપવામાં આવે છે.

