Gujarat

ઉનાના નવાબંદર ગામ પાસેથી ગે.કા. ખનીજ રેતી ભરેલા 4 ટ્રેક્ટર ઝડપાયા…ખાણ ખનીજ વિભાગે રૂ.20 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી…

ઉના તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં થી બેફામ ખનીજ રેતી ચોરી થતી હોય અને ખનીજ ચોરો ખનીજ રેતી ટ્રેક્ટરમાં ભરી દિવ સહીત અલગ અલગ વિસ્તારોમાં હેરાફેરી કરવામાં આવતી હોય છે. જેની બાતમી ખાણ ખનીજ વિભાગને મળતાં તાલુકાના નવાબંદર નજીક ગેર કાયદેસર ખનીજ રેતી ભરેલા ટ્રેક્ટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે..
તાલુકાના નવાબંદર નજીક દરીયા કિનારા વિસ્તારોમાં બેફામ ખનીજ રેતી ચોરી કરી ટ્રેક્ટરો મારફતે બારોબાર સપ્લાઇ કરવામાં આવતી હોવાની બાતમી આધારે વોચ રાખી હતી. અને ગેર કાયદેસર ખનિજ રેતી ભરેલા ટેક્તર પસાર થતા ખનિજ વિભાગ દ્વારા રોકવી તલાસી લેતા પાસ પરમીટ વગર ગેરકાયદેસર ખનિજ રેતીની હેરાફેરી કરતા અલગ અલગ ચાર ટ્રેક્ટરો ઝડપી પાડી કુલ રૂ.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ઉના પ્રાંત કચેરી ખાતે રાખવામાં આવ્યાં હતાં.

IMG-20240204-WA0093-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *