લાભાર્થીઓને આવાસ મકાનની ચાવી અર્પણ કરાઈ…હજારોની સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા…કોઇપણ સમાજ કે પાર્ટીનાં વ્યકિતઓને આવું હોયતો ભરતી મેળો ચાલુંછે….ધારાસભ્ય
વિકસિત ભારત વિકસિત ગુજરાત આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલથી જોડ્યા હતા. ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે વર્ચ્યુઅલ માધ્યમ થી રૂ.2,993 કરોડનાં ખર્ચે 9,31,454 આવાસનું ઇ-લોકાર્પણ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો.
ત્યારે ઉના ત્રિકોણ બાગ ખાતે રાવણા વાડીમા આ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. આ કાર્યક્રમમા નરેન્દ્ર મોદી દ્વારા આવાસ અર્પણનું વિશાળ એલ ઈ ડી દ્વારા લાઇવ વર્ચ્યુઅલથી ઈ-લોકાર્પણ કાર્યક્રમ લોકોએ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમા ધારાસભ્ય કે સી રાઠોડ, નગર પાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, ઉના તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ, ગીરગઢડા તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન સાંખટ, પ્રાંત અધિકારી હિરવાણીયા, નગર પાલિકા ચિફઓફીસર ચોહાણ, ઉના ગીરગઢડા મામલતદાર, તાલુકા જીલ્લા પંચાયતના સભ્યો તેમજ અલગ અલગ ડીપાર્ટમેન્ટના અધિકારોઓ, કર્મચારીઓ, સ્ટાફગણ હોદેદારો, કારોબારી સભ્યો, કાર્યકરો, આગેવાનો, તેમજ શહેર અને તાલુકા ગ્રામ્ય વિસ્તારો માંથી ભાઈઓ, બહેનો સહીત હજારની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
93 ઉના વિધાનસભા વિસ્તારમાં ઉના ગીરગઢડા અને ઉના શહેરમાં 868 અને ગ્રામ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહર્ત અને લોકાર્પણ કરવામાં આવેલ હોય અને એજ રીતે ગીરગઢડા તાલુકામાં 500 જેટલાં મકાનનું કામ કરવામા આવેલ છે. ત્યારે આજે નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલથી ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા ધારાસભ્ય કે સી રાઠોડ તથા પ્રાંત અધિકારી સહિત દ્વારા લાભાર્થીઓને આવાસ યોજના હેઠળ મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

