જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતની આગેવાનીમાં લોકસભાની ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ
લીલીયા ખાતે આજે સાંજના છ કલાકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ની આગેવાનીમાં જન અધિકાર સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડીકે રૈયાણી કોંગ્રેસ અગ્રણી મનીષભાઈ ભંડેરી નીતિનભાઈ ત્રિવેદી લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા સહિતના સમગ્ર તાલુકા ભરના કોંગ્રેસ અગ્રણી આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ તકે પ્રતાપભાઈ દુધાત તે વર્તમાન સરકારની રીતીનીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને આવનાર લોકસભા ની ચુંટણી માં કાર્યકરો ને કામે લાગીજવા આહવાન કરવા માં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

