Gujarat

ગીરગઢડાની કોદિયા સરકારી માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ વર્ષ 202/24માં અલગ અલગ ક્ષેત્રે સિધ્ધિઓ મેળવી ઝળક્યાં…શાળાના શિક્ષકો દ્વારા પૂરસ્કારો આપી પ્રોત્સાહન આપાયુ…

ગીરની મધ્ય આવેલ સરકારી માધ્યમિક શાળા કોદિયામાં વિધાર્થીઓ વિવિધ સ્પર્ધામાં ખુબ સારી સિધ્ધિઓ હાસલ કરી ગામ અને શાળાનું નામ રોશન કર્યું હતું. જેમાં ધો.9 માંથી આરતી વાવડીયા અને પારસ બારૈયા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને જીલ્લા કક્ષાએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. અને કલા મહાકુંભમાં પારસ બારૈયા વકૃત્વ સ્પર્ધામાં તાલુકામાં ત્રીજો નંબર મેળવ્યો હતો.
અને ધો.9 ની બહેનો દ્વારા રજુ કરેલ પ્રાચીન ગરબો તાલુકા કક્ષાએ પ્રથમ અને જીલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. તેમજ ખેલ મહાકુંભમાં ધોરણ ૧૦ હેમાલી ડોડીયા અંડર 17- ૨૦૦ મીટર દોડમાં તાલુકામાં પ્રથમ આવી ગીરગઢડા તાલુકાનું ગીરસોમનાથ જીલ્લામાં પ્રતિનિધિત્વ કરશે. અને ભાઈઓમાં અંડર 17- ૪૦૦ મીટર દોડમાં કમલેશ બી સોલંકી તાલુકામાં પ્રથમ અને લાંબી કુદમાં ત્રીજો આવી 400 મીટર દોડમાં ગીરગઢડા તાલુકાનું ગીર સોમનાથ જીલ્લામાં પ્રતિનિધિત્વ કરશે. અને વનરાજ મકવાણા 200 મીટર દોડમાં ત્રીજો નંબર મેળવ્યો છે.
તેમજ ધો. 9 અને 10ની બહેનો ખો-ખો સ્પર્ધામાં તાલુકામાં ત્રીજો નંબર મેળવ્યો છે. શાળા દ્વારા થતી વિવિધ સ્પર્ધામાં બાળકો ખુબ સારી સિધ્ધિઓ હાસલ કરી છે. જેને શાળાના આચાર્ય અશ્વિનભાઈ યુ બલદાનીયા તેમજ અવનીબેન ડી.યાદવ અને યોગીતાબેન બામરોટીયા દ્વારા ઇનામો અને તાલુકા અને જીલ્લા માંથી મળેલ રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કરી ખુબ આગળ વધે તેવી શુભકામના પાઠવે છે.

IMG-20240212-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *