મુંબઇ
ન્યૂઝિલેન્ડ સામે ઈંગ્લેન્ડની ભૂમિ પર રમાયેલી સૌપ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતનો નાલેશીભર્યો પરાજય થયો હતો. હવે ટેસ્ટ ચેમ્પિયન ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે, ત્યારે બીસીસીઆઇએ તેની સૌથી મજબૂત ટીમ ઉતારવાને બદલે વર્કલોડ મેનેજમેન્ટના કારણોસર સ્ટાર્સને આરામ આપી દીધો છે. જેનાથી પરંપરાગત ક્રિકેટના ચાહકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતુ. નોંધપાત્ર છે કે, આઇપીએલમાં તમામ સ્ટાર્સને આરામની જરુર પડી નહતી અને તેઓ ફ્રેન્ચાઈઝી માટે ઉત્સાહપૂર્વક રમતા જાેવા મળ્યા હતા.ભારતીય પસંદગીકારોએ સ્ટાર ખેલાડીઓ પરના સતત કાર્યભારને ધ્યાનમાં લેતા ચાર સ્ટાર ખેલાડીઓને ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણીમાં આરામ આપવાનો ર્નિણય લીધો છે. ટ્વેન્ટી-૨૦માં કોહલીના અનુગામી તરીકે સુકાન સંભાળનારો રોહિત શર્મા ન્યૂઝિલેન્ડ સામે ત્રણ ટી-૨૦ની શ્રેણી રમશે. જાેકે, ક્રિકેટનૌ રિયલ ફોર્મેટ તરીકે ઓળખાતા ટેસ્ટમાં આરામ કરશે. તેની સાથે રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને પણ આરામ આપવાનો ર્નિણય લેવાયો હતો. રહાણે (કેપ્ટન), ચેતેશ્વર પુજારા (વાઈસ કેપ્ટન), રાહુલ, અગ્રવાલ, ગિલ, શ્રેયસ ઐયર, સહા (વિ.કી.), ભરત (વિ.કી.), જાડેજા, અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, સિરાજ અને પી.ક્રિશ્ના.ભારતીય પસંદગીકારોએ અપેક્ષા પ્રમાણે રોહિત શર્માને ન્યૂઝિલેન્ડ સામેની બે ટેસ્ટની શ્રેણીમાં આરામ આપ્યો છે. કોહલી પ્રથમ ટેસ્ટમાં આરામ પર હોવાથી તેમાં રહાણે કેપ્ટન્સી કરશેે. જ્યારે બીજી ટેસ્ટમાં કોહલી કેપ્ટન તરીકે પાછો ફરશે. પ્રથમ ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતે ટેસ્ટ ટીમમાં કે.એલ. રાહુલ, મયંક અગ્રવાલ અને શુબ્મન ગિલ એમ ત્રણ ઓપનરોને સામેલ કર્યા છે. ધવનને તક મળી શકી નથી. જ્યારે મીડલ ઓર્ડર બેટસમેન હનુમા વિહારીને પણ પડતો મૂકવામાં આવ્યો છે. ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે તારીખ ૨૫મી નવેમ્બરથી શ્રેણીની પ્રથમ ટેસ્ટ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટનો પ્રારંભ ૩ ડિસેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. પસંદગીકારોએ ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કોલકાતાના ૩૭ વર્ષના વેટરન વિકેટકિપર સહાને તક આપી છે. જ્યારે સંજુ સેમસનને નજર અંદાજ કરવામાં આવ્યો છે. સહાની સાથે તમિલનાડુના વિકેટકિપર બેટ્સમેન શ્રીકાર ભરતને પણ ૧૬ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે મીડલ ઓર્ડર બેટ્સમેન વિહારીને પડતો મૂકવામાં આવ્યો છે. તે ઈન્ડિયા-એ ટીમ સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે. ભારતીય ટીમમાં શ્રેયસ ઐયરે ફિટનેસ સાથે પુનરાગમન કર્યું છે. રાહુલ, ગિલ અને અગ્રવાલ ઓપનિંગ બેટ્સમેન છે, જે મીડલ ઓર્ડરમાં પણ ઉપયોગી પૂરવાર થઈ શકે છે. તેની સાથે ચેતેશ્વર પૂજારા, કેપ્ટન રહાણે અને ઐયર નિષ્ણાત બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ થયા છે. જ્યારે વિકેટકિપર તરીકે સહાની સાથે ભરતને તક અપાઈ છે. રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, જયંત યાદવ અને અક્ષર પટેલ સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટ સંભાળશે. જ્યારે ટેસ્ટ ટીમમાં ચાર ફાસ્ટર્સને સમાવવામાં આવ્યા છે. જેમાં અનુભવી ઈશાંત શર્માની સાથે ઉમેશ યાદવ અને સિરાજ અને પ્રસિધ ક્રિશ્નાનો સમાવેશ થાય છે.


