Gujarat

રાજકોટમાં રહેણાંક મકાનમાં ચોરી કરનાર 2 આરોપીઓને સોના-ચાંદીના દાગીનાઓ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટમાં રહેણાંક મકાનમાં ચોરી કરનાર 2 આરોપીઓને સોના-ચાંદીના દાગીનાઓ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા તથા ડી.પી.ઝાલા ની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન રાહુલભાઈ ગોહેલ, રાજેશભાઈ જળુ, પ્રદીપસિંહ જાડેજા, દિપકભાઈ ચૌહાણ, સમીરભાઈ શેખ નાઓને મળેલ સંયુક્ત હકીકત આધારે છેલ્લા દોઢ મહીનામાં રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ પાંચ રહેણાંક મકાનમાંથી ચોરી કરી મેળવેલ સોના-ચાંદીના દાગીનાઓ તથા રોકડા રૂપીયા તથા ગુનાના કામે ઉપયોગ કરેલ મોટરસાઈકલ તથા મોબાઈલ ફોન સાથે આરોપીઓને રાજકોટ, જામનગર રોડ, ભુતનાથ મહાદેવ મંદીર સામે રોડ ઉપરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) સુનીલ ઉર્ફે આર્યન ભાવેશભાઈ શિયાળ ઉ.૨૨ રહે-શ્રી નાથજી સોસાયટી શેરીનં.૮/૯ મવડી રોડ રાજકોટ (૨) કિરણ કિશોરભાઈ એંદરીયા ઉ.૩૦ રહે-લોહાનગર મેલડી માતાજીના મંદીર પાસે રાજકોટ. સોનાના દાગીનાઓ વજન ૧૦૧.૪ ગ્રામ કિ.13,88,950 ચાંદીના દાગીનાઓ વજન ૧૦૮૭ ગ્રામ કિ.1,44,700 હીરો સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.GJ-03-LA-7954 કિ.30,000 કુલ કિં.20,04,650 ગાંધીગ્રામ પો.સ્ટે. BNS કલમ-૩૦૫, ૩૩૧(૪) નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260518-WA0002.jpg