Gujarat

કઠલાલના યુવાને ‘જયશ્રી રામ’ નામના 3100 થી વધુ ટેટુ બનાવી વિશ્વ રેકોર્ડ સર્જ્યો.

કઠલાલના યુવાને ‘જય શ્રી રામ’ નામના ટેટુ 3100 થી વધુ રામ‌ભક્તોને હાથમાં નિઃશુલ્ક બનાવી ઇન્ફ્લુઅન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યું છે. 22 જાન્યુઆરી 2024 અયોધ્યા રામમંદિરમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થયા છે. ત્યારે આ તારીખ સુવર્ણ અક્ષરે ઈતિહાસના પાના પર અંકિત થઈ છે. આ વચ્ચે કઠલાલના એક યુવાને ‘જયશ્રી રામ’ નામના ટેટુ 3100 થી વધુ રામ‌ભક્તોને હાથમાં નિઃશુલ્ક બનાવી વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. યુવાન પાર્થ વ્યાસે ઇન્ફ્લુઅન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ છે.
ખેડા જિલ્લાના કઠલાલ શહેરમાં આઝાદ પોળમાં રહેતા 26 વર્ષિય પાર્થ મિતેશભાઈ વ્યાસ પોતે ટેટુ એન્ડ સ્કેચ આર્ટીસ્ટ છે. તાજેતરમાં જાન્યુઆરી માસમાં અયોધ્યા ખાતે રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ વચ્ચે પાર્થ વ્યાસે દરેક રામભક્તોને વિનામૂલ્યે ‘જયશ્રી રામ’ નામના ટેટુ બનાવી આપ્યા હતાં. સતત ત્રણ દિવસ સુધી દિવસ રાત લગભગ 3100 વ્યક્તિઓના હાથમાં ટેટુ બનાવ્યા હતાં. જે બાદ યુવાને પોતાના મિત્રો મારફતે વિશ્વ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. જેમાં ઇન્ફ્લુઅન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવતા ઓબ્ઝર્વેશન અને મુલાકાત બાદ આ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
પાર્થ વ્યાસે જણાવ્યું કે, ‘રામાયણ’ના અમુક પ્રસંગોમાં રામસેતુ નિર્માણને યાદ કરતા મને એક વિચાર આવ્યો કે જો, ‘પ્રભુ શ્રીરામ’ નામ પથ્થર ઉપર લખવાથી પથ્થરો પણ મહાસાગરમાં તરવા લાગ્યા હતાં. તો તેજ રીતે ‘પ્રભુ શ્રી રામ’ નામનો રસ પાન કરવાથી અને કરાવવાથી આ મનુષ્ય જીવન પણ તરી જાય એ સદભાવના સાથે મેં આ ટેટુ લોકોને વિનામૂલ્યે મૂકી આપ્યા હતાં. જેમાં આ વાતની નોંધ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી. ઇન્ફ્લુઅન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મને તાજેતરમાં સ્થાન મળ્યું છે અને આ બાબતે સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું છે. વર્લ્ડ રેકોર્ડના સુપરવાઇઝરોના કહેવા મુજબ અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં કોઈ પણ કલાકારે 3100 ઉપર ‘જય શ્રી રામ’ નામના ટેટુ એક સાથે બનાવ્યા નથી તેથી આ વાતને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત મેં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યું છે. જે હાલ પ્રોસે‌સમાં છે.
 પાર્થ વ્યાસની આ સિદ્ધિ બદલ કપડવંજ-કઠલાલના પ્રતિષ્ઠિત, નાગરિકો,જ્ઞાતિજનો તથા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.

IMG-20240213-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *