વિકસિત ભારતમાં ગામડાઓને સ્માર્ટ ગામોમાં પરિવર્તિત કરીને પોતાનું યોગદાન આપવાની પહેલ એટલે યંગ સરપંચ સમિટ. ભારતીય જનતા યુવા મોરચો હમેશાંથી રચનાત્મક પ્રવૃત્તિઓ થકી યુવાઓને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી કરતો આવ્યો છે. રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કાર્ય કરતાં વડોદરા જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પારૂલ યુનિવર્સિટીના સહયોગ થકી સૌપ્રથમવાર યંગ સરપંચ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૨/૦૨/૨૦૨૪ ના રોજ પારુલ યુનિવર્સિટી ખાતે યંગ યુવા સરપંચ સમિટ ૨૦૨૪ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના દરેક જિલ્લા માંથી સિલેક્ટેડ સરપંચોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમિટમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. મોર્ડન વિલેજ તેમજ ગામ વિકાસમાં સરપંચ ની ભૂમિકા તથા ભૂગર્ભ જળ સંરક્ષણ તથા સી આર એસ થકી સર્વાંગી ગ્રામ વિકાસ તથા સ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ તેમજ ગ્રામ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ તથા ગ્રામ વિકાસમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા સહકારી યોજના અમલીકરણ થકી સ્માર્ટ વિલેજ તરફની યાત્રા જેવી વિવિધ જાણકારી આપવામાં આવી હતી. આ સમિટ સવારે ૯:૪૦ થી સાંજે ૫:૩૦ સુધી ચલાવવામાં આવ્યું હતું . અને તેમાં વિવિધ પ્રકારના એવોર્ડ થી સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં છોટાઉદેપુર જિલ્લા યંગ યુવા મહિલા સરપંચ તરીકે ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ડો.બીનાબેન એસ રાઠવા ને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ યંગ યુવા સરપંચ સમિટ ભારતીય જનતા યુવા મોરચો વડોદરા જિલ્લો તથા પારુલ યુનિવર્સિટી દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું

