Gujarat

રીમ બિન્ત ઇબ્રાહિમ અલ હાશેમી કોણ છે?…. જેનો દુબઈની વિદેશ નીતિ પર મોટો પ્રભાવ છે

અબુ ધાબી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ેંછઈના પ્રવાસે છે. તેમણે મંગળવારે અબુ ધાબીમાં ેંછઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં વેપાર સંબંધી અનેક સમજૂતીઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં બંદરોના વિકાસ, વીજળીના વેપાર, ક્રેડિટ અને ડેબિટ જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મને ઇન્ટરલિંક કરવા અંગે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

પરંતુ આ તમામ કરારો વચ્ચે એક મહિલાનું નામ ચર્ચામાં છે. રીમ બિન્ત ઇબ્રાહિમ અલ હાશેમી. રીમ ેંછઈ ની આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી છે, ૨૦૧૬ થી આ પદ સંભાળ્યા પછી, તે ખાડી દેશોની મહિલાઓ માટે પ્રેરણા બની રહી છે. ૨૦૨૦ દુબઈ એક્સ્પોનું સફળતાપૂર્વક આયોજન કરવાનો શ્રેય પણ અલ હાશ્મીને જાય છે. ઁસ્ મોદીની મુલાકાત દરમિયાન ભારત અને ેંછઈ વચ્ચે થયેલા કરારો પછી અલ હાશ્મી ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રા સાથે જાેવા મળ્યો હતો. દુબઈની વિદેશ નીતિમાં અલ હાશ્મીનો ઘણો પ્રભાવ છે.

રીમ ઇબ્રાહિમ અલ હાશેમી ેંછઈ ના આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલયના વડા છે. તેણે અમેરિકાની ટફ્ટ્‌સ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધો અને ફ્રેન્ચમાં બીએ કર્યું છે. આ પછી, તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી તેમની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી અને સિંઘુઆ યુનિવર્સિટીમાંથી પીએચડી પૂર્ણ કર્યું. હાશ્મીએ પોતાની કારકિર્દીની શરૂઆત અમેરિકામાં ેંછઈ એમ્બેસીના ડેપ્યુટી ચીફ તરીકે કરી હતી. આ પછી, વર્ષ ૨૦૦૮ માં, તેમને ેંછઈની કેબિનેટમાં મંત્રી પદ આપવામાં આવ્યું. ૨૦૧૬ થી, તેઓ ેંછઈ ના આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલયના વડા છે.

૨૦૧૧ માં, અલ હાશિમીને શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ દ્વારા વર્લ્ડ એક્સ્પો ૨૦૨૦ ના આયોજનની જવાબદારી સોંપવામાં આવી હતી. જૂન ૨૦૧૪ માં, અલ હાશિમી દુબઈ એક્સ્પો ૨૦૨૦ સમિતિના ડિરેક્ટર અને એક્સ્પો ૨૦૨૦ દુબઈ બ્યુરો ચીફ તરીકે ચૂંટાયા હતા. ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રોગચાળા પછી પણ, અલ હાશિમીએ તેમની દેખરેખ હેઠળ સફળતાપૂર્વક એક્સ્પોનું આયોજન કર્યું. ૬ મહિના સુધી ચાલેલા આ એક્સ્પોમાં લગભગ ૨૪.૧ મિલિયન લોકોએ ભાગ લીધો હતો. દુબઈ દિવસ ૨૦૧૯ ના પ્રસંગે, હાશિમીએ ભારતીય સંગીતકાર એ.આર. સાથે હાથ મિલાવ્યા. તે રહેમાન સાથે ચેટ કરતી પણ જાેવા મળી હતી.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *