Gujarat

રાણપુરની મોડલ સ્કુલ દ્વારા પ્રવાસનું આયોજન કરાયુ

બોટાદ જીલ્લાના રાણપુરનો મોડેલ સ્કૂલ દ્વારા કાર્યકારી આચાર્ય કે.એન. રાઠોડનાં માર્ગદર્શન હેઠળ સાયન્સ સીટી અમદાવાદ ખાતે એક દિવસીય પ્રવાસનું આયોજન થયું હતું. જેમાં 210 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો અને 10 જેટલા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ આ પ્રવાસમાં જોડાયા હતા. સાયન્સ સીટી ખાતે બાળકોએ એકવાટીક ગેલેરી, રોબોટિક ગેલેરી, પ્લેનેટ અર્થ, નેચર પાર્ક, ઔષધ પાર્ક તેમજ IMAX થિયેટરમાં  પિક્ચર જોયું હતું. બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલે તે માટે સુંદર મજાના પ્રવાસનું આયોજન થયું હતું. બાળકોએ મન ભરીને એક દિવસ પ્રવાસની મોજ લીધી હતી. પ્રવાસને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફ મિત્રો સહભાગી થયા હતા..

IMG-20240217-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *