ચાલુ બસે પાછલા ટાયરના જોટા માંથી ટાયર નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોટયા…
ડાઈવરની સમય સૂચકતાથી મોટી જાનહાની ટળી….
પ્રાપ્ત વિગતો અનુસાર વીરપુર પાસેના પીઠડીયા ટોલ પ્લાઝા પાસે ઉપલેટા ડેપોની એસટી બસનું પાછળનુ એક ટાયર નીકળી ગયુ હતું,ચાલુ બસે પાછળના જોટા માંથી એક ટાયર નીકળી જતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા, ઉપલેટા – અમદાવાદ રૂટની એસટી બસ ઉપલેટા થી અમદાવાદ તરફ જતી હતી ત્યારે રસ્તામાં હાઈવે પર બસનું પાછલું ટાયર ચાલુ બસે અચાનક નીકળ્યું અને એસટી તંત્રના “સલામત સવારી એસટી અમારી” ના દાવાઓ પોકળ સાબિત થયા હતા,ઉપલેટા ડેપોની ઉપલેટા અમદાવાદ રૂટની બસનું પાછલા જોટાનું ટાયર અચાનક નીકળી જતા બસમાં બેઠેલા મુસાફરોએ વીડિયો સોસિયલ મીડિયા વાયરલ કર્યો હતો અને આક્ષેપો કર્યા હતા કે આ અગાઉ પણ ઉપલેટા ડેપોની બસનું પાછળનું ટાયર ટોલનાકાના પાસે નીકળી ગયું હતું અને ત્રણ વખત ઉપલેટા ડેપોની એસટી બસના ટાયર નીકળી જવાના બનાવ બન્યા હતા ત્યારે આજે ફરી એક વાર ટાયર નીકળી જતા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા પરંતુ બસની ધીમી સ્પીડ અને ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ ન હતી અને બસ માં બેઠેલા મુસાફરોના જીવ બચ્યા હતા, હાલ તો સમય બંધ,સ્વચ્છ અને સલામતીના સૂત્રો તો એસટી વિભાગ દ્વારા લખવામાં આવે છે પરંતુ તે સુત્રોનો અમલ કરવામાં એસટી તંત્ર નિષ્ફળ સાબિત થયું છે તેવી ઘટના થી લોકોમાં અને એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં રોષ ફેલાયો છે.

