બાળકો વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવે એ હેતુથી વિવિધ વ્યવસાય એકમોની મુલાકાત ગોઠવવામાં આવી .બેગલેસ દિવસની પ્રવૃત્તિઓ દ્વારા વ્યવસાયોનું જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.. જેના અનુસંધાને આજ રોજ તારીખ ૧૬-૨-૨૪ના રોજ સાવરકુંડલા શહેરની પે સેન્ટર શાળા નંબર એકના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ શહેરના વિવિધ સ્થળોની મુલાકાત લીધી. એમાં સૌથી પહેલા નેસડી રોડ ખાતે આવેલ સોમનાથ ટ્રેડર્સની મુલાકાત કરાવવામાં આવી જ્યાં ખેતીને લગતા વિવિધ ઓજારો જેવા કે હળ, રોટર ,ઓરણી, ટ્રેક્ટરની લારી બનાવવામાં આવે છે જેને બનાવવાની રીત સોમનાથ ટ્રેડર્સના માલિક પ્રકાશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ કાનાતળાવ પાસે આવેલી સરકારી નર્સરીની મુલાકાત લીધી જ્યાં વિવિધ ફૂલછોડ,વૃક્ષોનો ઉછેર કઈ રીતે કરવામાં આવે છે તેની સમજૂતી મેળવી. ત્યારબાદ કાના તળાવ સ્થિત ઉષામૈયા ના શિવ દરબાર આશ્રમની મુલાકાત લીધી જ્યા ગૌશાળા, યજ્ઞશાળા ની મુલાકાત લીધી. ત્યારબાદ સાવરકુંડલાની શાન એવા અજંતાના પ્લાન્ટની મુલાકાત લીધી. જ્યાં પ્રકાશભાઈ તેમજ સીકાભાઈ દ્વારા આઈસ્ક્રીમ તેમજ કેન્ડીની બનાવટની સમજૂતી આપી. અહીં સંપૂર્ણ પ્લાન ઓટોમેટીક છે જેમાં એક કલાકમાં ૬૦૦૦ કેન્ડી બનાવતા મશીન જોય વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમજ સીકાભાઈ તરફથી તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને કેન્ડી તેમજ આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી. આ તકે શાળાના શિક્ષક હિતેશભાઈ જોષી તેમજ મુકેશભાઈ જાદવ દ્વારા તમામનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરેલ.

