નવી દિલ્હી
અફઘાનિસ્તાનમાં કતાર દ્વારા અમેરિકા કમાન સંભાળશે. જાેકે હાલ દુતાવાસ ખોલવાની કોઇ ઉતાવળ નથી. અમેરિકા અને કતારે અફઘાનિસ્તાનમાં અમેરિકી હિતોંને લઇને એક કરાર પર સહી કરી છે. હવે અમેરિકા કતાર દ્વારા અફઘાનિસ્તાનમાં કામ કરશે. કાબુલમાં અમેરિકી દુતાવાસ બંધ થયા બાદ તાલિબાન અને અફઘાનિસ્તાનના આમ લોકો સાથે જાેડાવાનો અમેરિકાનો આ આમ રસ્તો છે. પોલિટિકલ એનાલિટ્સ તેને કતારની કૂટનીતિક જીત તરીકે પણ જાેઇ રહ્યા છે. આ કરારો ૩૧મી ડિસેંબરથી અમલમાં આવશે.તાલિબાન અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગુ કરવા માટે બેકરાર છે. તાલિબાને આ માટે ત્યાં મિલિટરી ટ્રિબ્યૂનલ પણ બનાવ્યું છે. એક્સપ્રેસ ટ્રિબ્યૂને પોતાની એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ મિલિટરી ટ્રિબ્યૂનલ પાસે દેશમાં શરિયા કાયદો લાગુ કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ સૈન્ય ટ્રિબ્યૂનલને બનાવવાના આદેશ તાલિબાનના ટોચના નેતા હબીતુલ્લાહ અખંુદજાદાએ આપ્યા હતા. આ રિપોર્ટમાં ઇમાનુલ્લાહ સમાનગનીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે મિલિટરી ટ્રિબ્યૂનલને શરિયા શાસન લાગુ કરવા, ઇસ્લામિક કાયદો લાગુ કરવા, ફરિયાદ દાખલ કરવા અને તાલિબાની અધિકારીઓ સામેની અરજીઓની સુનાવણી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેની પાસે આર્મી અને ઇંટેલિજેંસ યૂનિટ સામે મળનારી ફરિયાદોને પણ સાંભળવાનો અધિકાર હશે. અફઘાનિસ્તાનમાં આતંકી હુમલા વધવા તેમજ લઘુમતીઓને નિસાન બનાવવા મુદ્દે તાલિબાન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ આઇએસ-કે તાલિબાન માટે મોટો પડકાર બની ચુક્યું છે.


