વડોદરા
બંને નરાધમો અથવા કોઇ એક પીડિતાને ઓળખતો પણ હોઇ શકે છે. તે લોકો પીડિતાને જાણે ઓળખતા હોય, તેનાથી ખૂબ સારી રીતે પરિચિત હોય તેવુ તેને લાગતુ હતુ. કારણ કે, એ બન્ને તેનું નામ પણ જાણતા હતા. વડોદરા શહેરના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં નવસારીની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા ૨ નરાધમોને શોધવા રાજ્યની ૫ એજન્સીઓ કામે લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ અને એફએસએલની ટીમ રવિવારે વેક્સિન ગ્રાઉન્ડમાં પહોંચી ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. રેલવે આઈજી સુભાષ ત્રિવેદી સહિત પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળેથી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુવતીની કપડાં ભરેલી બેગ પણ ઘટના સ્થળે લાવવામાં આવી હતી. એક ફૂટેજમાં બે આરોપી ભાગતા દેખાયા હતા. પીડિતાની સાઇકલ હજી ગાયબ છે. વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસના ડ્ઢ-૧૨ નંબરના કોચમાં ગળે ફાંસો ખાઇ નવસારીની અને હાલ વડોદરામાં રહેતી ૧૮ વર્ષીય છાત્રાએ ૪ નવેમ્બરના રોજ આપઘાત કર્યા બાદ પોલીસની તપાસમાં યુવતીની ડાયરી મળી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. જેમાં યુવતી પર શહેરના દિવાળીપુરા પાસે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં બે રીક્ષાચલકોએ ગેંગરેપ આચર્યો હોવાની વિગતો મળતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવ બાદ રેલવે પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે દુષ્કર્મ આચરાયું તે સ્થળ ઉપરથી પુરાવા એકત્ર કરવા માટે એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ શરૂ કરી દીધી છે. પી.એમ.ના પ્રાથમિક રિપોર્ટમાં આંતરીક ભાગોમાં ઇંજાના નિશાન હોવાનું જણાવાયું હતુંવેક્સિન ગ્રાઉન્ડ અને ઓએસિસની આસપાસની દુકાનોમાં પૂછપરછ શરૂ કરી પોલીસે અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ ઝ્રઝ્ર્ફ ચેક કર્યાં છે વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યુટના ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વિદ્યાર્થિનીએ કરેલા આપઘાત કેસમાં પોલીસે બેથી વધુ શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. રવિવારે મોડી રાત્રે વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને ગેંગરેપ કેસ અંગેની માહિતી મેળવી હતી. બીજી તરફ અમદવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે પીડિત યુવતી રહેતી હતી તે ફ્લેટમાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે, આવતીકાલે ૧૬ નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા અને સાવલીની મુલાકાતે આવનાર છે, તે પહેલા પોલીસ આ કેસનો પર્દાફાશ કરે તેવી શક્યતા છે. પોલીસની ટીમોએ ઓએસિસ સંસ્થા, પીડિતાના ઘર અને બનાવના સ્થળ વેક્સીન મેદાનની આસપાસમાં આવેલી તમામ નાની-મોટી લારીઓ, દુકાનોમાં જઇને પૂછપરછ કરી રહી છે. આ વિસ્તારના ૧૧૩ જેટલા સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ બસ ચાલકે એક કાકા કે જે જેણે પીડિતાને ઓળખતા હોવાનું જણાવ્યું હતું તે કોણ છે, તેની તપાસ કરાતાં તે સિક્યોરિટી ગાર્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં કુલ ૫૦૦થી વધુ સીસીટીવી ચેક કર્યાં છે, જેમાંથી એક સીસીટીવીમાં બે આરોપી ભાગતા દેખાયા હતા.
