અમદાવા
પાકિસ્તાન સ્મગલરો ડ્રગ્સ લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી આવે છે. ત્યારબાદ આરોપીઓ પોતાની બોટ લઈ સરહદ સુધી જાય છે અને માલની ડિલિવરી લઈ લે છે. તેમણે કહ્યું હતું કે, ત્રણ આરોપીઓમાંથી ગુલાબ ભાગડ અને જબ્બાર બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. દરિયાઈ માર્ગે આવેલું તમામ ડ્રગ્સ જપ્ત કરાયું છે. આ ડ્રગ્સ પહેલાં આફ્રિકા મોકલવાનું હતું બાદમાં ગુજરાતમાં મોકલવામાં આવ્યું છે. આ ડ્રગ્સ સલાયા લવાયા બાદ મોરબી લાવવામાં આવ્યું હતું.મોટાભાગનું ડ્રગ્સ ભારતમાં લાવીને વિદેશ મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પહોંચાડવા માટેનું કાવતરૂ ેંછઈમાં ઘડવામાં આવ્યું હતું.રાજયની તમામ એજન્સીઓ સક્રિય છે અને તમામ જથ્થો ઝડપાઇ ચુક્યો છે અને બહાર કોઈ જથ્થો ગયો નથી. પાકિસ્તાનના ડ્રગ્સ સપ્લાયર ઝાહિદ બશિર બ્લોચ પાસે પાકિસ્તાન દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં જથ્થાની ડિલિવરી મધદરિયેથી લીધી હતી. દ્વારકાના સલાયામાં આ જથ્થાને સંતાડી દેવાયો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં આરોપી સમસુદીન સૈયદના નવા બની રહેલા ઘરમાં જથ્થો સંતાડયો હતો. આરોપી ગુલામ હુસૈન અને જબ્બાર અવાર નવાર દુબઇ જતા હતા. જેથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યો હોવાની આશંકા છે. પાકિસ્તાની ડ્રગ માફિયા ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ના ૨૦૧૯ ના ૨૨૭ કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે.ફરાર આરોપી ઈસા રાવ અને મુખ્તાર હુસેન કાકા ભત્રીજા આરોપી મુખ્યત્યાર પાકિસ્તાન મરીન સિક્યુરિટીના હાથે અગાઉ ઝડપાઇ ચુક્યો હતો પરંતુ બોટ ખરાબ થવાનું બહાનું કરી અને છૂટી ગયો હતો. આ ડ્રગ્સનો જથ્થો આફ્રિકામાં મોકલવાનો હતો. પરંતુ કોઈ કારણોસર ડિલિવરી ગુજરાતમાં કરી હતીરાજયમાં ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી ગુજરાત એટીએસની ટીમ દ્વારા દરોડા પાડી મકાનમાંથી ૧૨૦ કિલો રૂ. ૬૦૦ કરોડ રૂપિયાનું હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ હેરોઇન ડ્રગ્સ ઓકટોબર મહિનાના છેલ્લા અઠવાડીયામાં પાકિસ્તાન મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકામાં છુપાવ્યું હતું. જે બાદમાં મોરબી ઝીંઝુડા ગામે મકાનમાં છુપાવ્યું હતું. આ મામલે રાજયના પોલીસવડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન છે. ૧૨૦ કિલો હેરોઇન પકડાયું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. ૬૦૦ કરોડની કિંમત થાય છે. ભારતીય દરિયાઇ આંતરરાષ્ટ્રીય સીમામાંથી લાવ્યા હતા.મોરબીના કેસમાં સમસુદ્દિન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે.


